મહારાષ્ટ્રના રાજકારણમાં એક પછી એક ટવીસ્ટ આવતા જ જાય છે. હજુ તો મંગળવારે મુખ્યમંત્રી એકનાથ શિંદે દિલ્હીમાં લોકસભા સ્પીકર બિરલાને મળ્યા હતા અને શિવસેના સાંસદ રાહુલ શેવાલેને લોકસભામાં શિવસેનાના નેતા તરીકેની જાહેરાત કરી હતી અને એ જ દિવસે એક મહિલાએ શેવાલે પર બળાત્કારનો આરોપ મુકી દેતા મહારાષ્ટ્રના રાજકારણમાં સનસનાટી મચી ગઇ છે. જો કે શિવસેનાના નેતા રાહુલે આ આરોપોને નકારી કાઢ્યા છે અને પોતાને બદનામ કરવાનું કાવતરુ હોવાનું કહ્યું છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મંગળવારે માહિતી આપી હતી કે શિવસેનાના સાંસદ રાહુલ શેવાલે લોકસભામાં પાર્ટીનું પ્રતિનિધિત્વ કરશે. શેવાલે શિંદે જૂથના નેતા છે. શિંદેના આ નિવેદન વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે અને દુબઈથી પરત ફરેલી 26 વર્ષની એક મહિલાએ રાહુલ શેવાલે પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. આ સાથે CM શિંદેને પત્ર લખીને ફરિયાદ પણ કરવામાં આવી છે.
બીજી તરફ પોલીસનું કહેવું છે કે સાંસદે આરોપોને નકારી કાઢ્યા છે અને મુંબઈના સાકીનાકા પોલીસ સ્ટેશનમાં પોલીસને ફરિયાદ આપવામાં આવી છે. જો કે હજુ સુધી FIR નોંધાઈ નથી.
મળતી માહિતી મુજબ, 26 વર્ષની એક મહિલાએ શિવસેનાના લોકસભા સાંસદ રાહુલ શેવાળે પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. પોલીસે કહ્યું કે સાંસદે આરોપ નકારી કાઢ્યા. મહિલાએ ઉપનગરીય મુંબઈના સાકીનાકા પોલીસ સ્ટેશનમાં શેવાલે વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું અને અધિકારીના જણાવ્યા અનુસાર, હજુ સુધી કોઈ FIR નોંધવામાં આવી નથી અને પોલીસે હજુ સુધી ફરિયાદની તપાસ શરૂ કરી નથી.
એક નિવેદનમાં, શેવાલેએ બળાત્કારના આરોપને નકારી કાઢ્યો અને ફરિયાદને તેમની રાજકીય છબીને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું અને મુંબઈ દક્ષિણ મધ્યના સંસદસભ્યએ કહ્યું કે તેઓ કોઈપણ પોલીસ તપાસનો સામનો કરવા માટે તૈયાર છે અને કહ્યું કે ષડયંત્ર પાછળના લોકોનો પર્દાફાશ કરવામાં આવશે.
મંગળવારે CM એકનાથ શિંદેએ મોટી માહિતી આપી કે રાહુલ શેવાળેને ઓમ બિરલાએ શિવસેનાના નેતા તરીકે પસંદ કર્યા છે અને આ માટે શિવસેનાના 12 સાંસદોએ રાહુલ શેવાળેને લોકસભામાં પાર્ટીના નેતા તરીકે પસંદ કરવા માટે સ્પીકરને પત્ર લખ્યો હતો. શેવાલે શિંદે જૂથના નેતા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.