નવસારીની સર્વોદય સોસાયટીમાં મંદિરનું દબાણ હટાવવા જતા બબાલ થતા પોલીસે કર્યો લાઠીચાર્જ…..

નવસારીના સર્વોદય સોસાયટીમાં આવેલ વિવાદિત મંદિર મામલે જિલ્લા વહીવટી તંત્ર કોર્ટના આદેશ અનુસાર મંદિરનું દબાણ હટાવવા ગયા હતા અને આ દરમિયાન સ્થાનિકોએ ડિમોલિશનની કામગીરીમાં રુકાવટ કરી હતી અને જેને લઈને પોલીસે લાઠીચાર્જનો સહારો લેતા વાતવરણ ઉગ્ર બન્યું હતું.

નવસારી શહેરના જમાલપુરમાં આવેલા સર્વોદય નગરમાં વિવાંદિત જગ્યાને લઈને બિલ્ડર અને સ્થાનિકો વચ્ચે છેલ્લા લાંબા સમયથી કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે અને આ દરમિયાન કોર્ટના આદેશ મુજબ વિવાદિત જગ્યાને હટાવવા માટે પાલિકા વહીવટી તંત્ર અને પોલીસ કાફલો આજે સર્વોદય નગરમાં ગયો હતો જ્યાં સ્થાનિકો અને તંત્ર વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.અને જેમાં મહિલાઓએ વિવાદિત જગ્યામાં બેસી રામધૂન બોલાવી હતી અને પોલીસને અંદર આવતી અટકાવી હતી પોલીસે સોસાયટીના રહીશો ને બે કલાક સમજાવ્યા બાદ રહીશો ન માનતા પોલીસે લાઠીચાર્જ કરી રહીશો ના ટોળા ને વિખેરી દીધું હતું જેને લઈને સ્થાનિકો માં રોષ જોવા મળ્યો હતો.

આ સમગ્ર ઘટનાક્રમને લઈને પોલીસે મહિલા કર્મચારીઓને આગળ કરીને ગેટ તોડવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં સ્થાનિકો અને વહીવટી તંત્ર વચ્ચે ચકમક ઝરી હતી અને કથિત મંદિરની પાછળ બિલ્ડરની જગ્યા આવી છે જેમાંથી સ્થાનિકો આ જગ્યામાં કથિત મંદિર ઊભું કર્યો હોવાનો આક્ષેપ બિલ્ડરો દ્વારા કરવામાં આવ્યા છે અને ત્યારે સમગ્ર મમલો કોર્ટમાં પહોંચતા કોર્ટે બિલ્ડર પક્ષે ચુકાદો આપતા જિલ્લાના એડિશનલ કલેક્ટર પ્રાંત અધિકારી પાલિકા ચીફ અને અધિકારી સહિત પોલીસ કાફલો મંદિરનું દબાણ હટાવ્યું હતું જોકે દબાણને લઈને પોલીસે દંડાવાળી કરવાની ફરજ પડી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.