દિલ્હીમાં અરવિંદ કેરીવાલની નવી એક્સાઈઝ ડ્યૂટી હેઠળ દારૂના છૂટક વેચાણ માટે જાહેર કરવામાં આવેલા ઝોનલ લાયસન્સની ફાળવણીની પ્રક્રિયામાં ગડબડની તપાસ કરવામાં આવશે. તેને લઈને ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ મુખ્ય સચિવને આદેશ આપ્યા છે અને મુખ્ય સચિવને સંપૂર્ણ ફાળવણીની પ્રક્રિયામાં થયેલી ગડબડના રિપોર્ટની સાથે તેના દોષીઓને ચિન્હિત કરીને 15 દિવસમાં રિપોર્ટ આપવા માટે કહ્યું છે. સૂત્રોની માનીએ તો ઉપરાજ્યપાલે આ નિર્દેશ ગડબડની ફરિયાદ મળ્યા પછી આપ્યો છે તેમજ આ મામલામાં દિલ્હી સરકારના એક્સાઈઝ વિભાગ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
ઉપરાજ્યપાલ કાર્યાલયના સૂત્રોના કહેવા પ્રમાણે, આ ફરિયાદ વકીલો, કાયદાશાસ્ત્રીઓ તથા સમાજના પ્રતિષ્ઠિત નાગરિકોના એક સંગઠન તરફથી કરવામાં આવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હીમાં બ્લેક લિસ્ટમાં નાંખવામાં આવેલા દારૂના ધંધાર્થીઓને પણ એક્સાઈઝ વિભાગે લાયસન્સ આપ્યા છે. નવી નીતિમાં નિયમ છે કે કોઈ કંપનીને મહત્તમ બે ઝોનલ લાયસન્સ મળશે પરંતુ, તેની અવગણના કરીને એક કંપની અને તેની સંબંધિત કંપનીઓને ત્રણ ઝોનમાં દારૂનું છૂટક વેચાણ કરવા માટે એક્સાઈઝ વિભાગ તરફથી લાયસન્સ આપવામાં આવ્યું છે અને ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, રાજધાનીમાં દારૂના છૂટક વેચાણના લાયસન્સની ફાળવણીમાં પક્ષપાત દ્વારા એકાધિકાર સ્થાપિત કરવા માટે બ્લેક લિસ્ટમાં સામેલ કંપનીઓને લાયસન્સ આપવામાં આવ્યા છે અને આ ફરિયાદને આધાર બનાવીને મુખ્ય સચિવે તપાસ કરી 15 દિવસમાં તેનો રિપોર્ટ માંગ્યો છે.
બ્લેક લિસ્ટમાં નાંખવામાં આવેલા દારૂના ધંધાર્થીઓને પણ લાયસન્સ આપવામાં આવ્યું છે, કંપનીઓને ત્રણ ઝોનમાં દારૂ વેચવાનું લાયસન્સ મળ્યું અને લાયસન્સની ફાળવણીમાં પક્ષપાત દ્વારા એકાધિકાર સ્થાપિત કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, છેલ્લા એક અઠવાડિયાથી સતત ઉપરાજ્યપાલ કાર્યાલય તરફથી દિલ્હી સરકારની નવી એક્સાઈઝ ડ્યૂટીના મામલામાં તેજી જોવા મળી છે. નવી એક્સાઈઝ નીતિને લઈને દિલ્હી સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે અને આ મુદ્દાને લઈ બીજેપી આપ પર સતત હુમલો કરી રહ્યું છે અને થોડાં દિવસો પહેલા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, આ મોટા મામલા પર દિલ્હીના સીએમ ચૂપ કેમ છે. તેમની ચૂપકીદીથી સ્પષ્ટ થાય છે કે, તેમના નાક નીચે આટલો મોટો ઘોટાળો થયો છે અને જ્યારે આપના નેતા આતિશીનું કહેવું છે કે, પાર્ટીના કોઈ પણ નેતા વિરુદ્ધ ભ્રષ્ટાચારના કોઈ પુરાવા મળ્યા નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.