નીરજ ચોપડા કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થતા થયા ભાવ વિભોર જાણો વિગતવાર…..

ભારતીય સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા આ વખતે કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભાગ લેશે નહીં અને ઈજાના કારણે તે ટુર્નામેન્ટમાંથી ખસી ગયો હતો. હવે તેમણે પોતે પણ આ અંગે માહિતી આપી છે અને નીરજે ટ્વીટર પર ફેન્સ માટે પોસ્ટ શેર કરી છે.

આ પોસ્ટમાં નીરજે કહ્યું કે હું કોમનવેલ્થ ગેમ્સમાં ન રમવાથી પણ દુખી છું અને નીરજે જણાવ્યું કે તેને આ ઈજા તાજેતરમાં યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ દરમિયાન થઈ હતી અને આ ટુર્નામેન્ટમાં નીરજે સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ ચેમ્પિયનશિપમાં ભારતનો આ પહેલો સિલ્વર છે.

નીરજે પોસ્ટમાં લખ્યું, ‘મારે તમને બધાને ખૂબ જ દુઃખ સાથે જણાવવું છે કે હું આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં રમી શકીશ નહીં. વર્લ્ડ ચેમ્પિયનશિપના ચોથા થ્રો દરમિયાન મને જે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને તેના કારણે હું થોડી અગવડતા અનુભવી રહ્યો હતો અને ગઈકાલે અહીં યુએસએમાં તપાસ કરતાં તે નાની ઈજા હોવાનું બહાર આવ્યું હતું અને જેના માટે મને થોડા અઠવાડિયા માટે આરામ કરવાની અને ન રમવાની સલાહ આપવામાં આવી છે.

નીરજે આગળ લખ્યું, ‘મને અફસોસ છે કે હું બર્મિંગહામ (કોમનવેલ્થ ગેમ્સ 2022)માં દેશનું પ્રતિનિધિત્વ કરી શકીશ નહીં અને હમણાં માટે, મારું સંપૂર્ણ ધ્યાન મારા ફરી સાજા થવા પર રહેશે. જેની સાથે હું જલ્દી મેદાનમાં આવવાનો પ્રયત્ન કરીશ. દેશવાસીઓ તરફથી મને જે પ્રેમ અને સન્માન મળ્યું છે તેના માટે હું દરેકનો આભાર માનું છું.

ટોક્યો ઓલિમ્પિક 2022માં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડાના મનમાં ગુસ્સો છે. આ અઠવાડિયે 24 જુલાઈએ અમેરિકામાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઈનલ ઈવેન્ટ યોજાઈ હતી અને જેમાં નીરજ ચોપરાએ ઈતિહાસ રચ્યો હતો. નીરજે અહીં 88.13 મીટર દૂર બરછી ફેંકીને સિલ્વર મેડલ જીત્યો હતો.

2003 પછી આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ભારતીય ખેલાડીએ આ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યો હોય અને નીરજ ચોપરા આ અંતિમ ઈવેન્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, મુશ્કેલી હોવા છતા તેણે પટ્ટીઓ બાંધીને થ્રો કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.