ટાઇગર શ્રોફ અને દિશા પાટનીનું બ્રેકઅપ થઈ ગયું હોવાની ચર્ચા ચાલી રહી છે હાલમાં એવી ચર્ચા છે કે તેમણે તેમના છ વર્ષ જૂના રિલેશનશિપનો અંત લાવી દીધો છે અને તેઓ હવે એક કપલની રીતે સાથે જોવા નહીં મળે. જોકે તેમણે તેમના રિલેશનનો અંત આણવાનું કેમ નક્કી કર્યું એ એક સવાલ છે.
ટાઇગર-દિશાની જોડી ફેન્સને ખૂબ જ પસંદ હતી. તેઓ બોલીવુડના પસંદીદા કપલ્સમાના એક હતા. તેઓ મોટાભાગે એક સાથે જ જોવા મળતા હતા. જોકે હવે તેઓ એક સાથે જોવા નહીં મળે જાહેરમાં એવા ચાન્સ વધુ છે અને ટાઇગર અને દિશાના રિલેશનમાં છેલ્લા એક વર્ષથી ઘણાં ઉતાર-ચઢાવ આવી રહ્યા હતા એવી ચર્ચા ચાલી રહી હતી. જોકે આ કપલે તેમના પ્રોબ્લેમ્સને કયારેય પણ જગજાહેર નહોતા કર્યા.
તેમણે અલગ થવાનો નિર્ણય કેમ લીધો એનું ચોક્કસ કારણ હજી સુધી સામે નથી આવ્યુ. જોકે એટલું નક્કી છે કે બન્ને હવે સિંગલ લાઇફ જીવી રહ્યાં છે. ટાઇગરના એક ફ્રેન્ડ દ્વારા આ વાતની પુષ્ટી આપવામાં આવી છે અને આ ફ્રેન્ડે એ પણ કહ્યું છે કે બ્રેકઅપને કારણે ટાઇગરે તેના કામ પર કોઈ અસર પડવા નથી દીધી. તે તેના કામને લઈને ખૂબ જ ફોકસ છે. તે હાલમાં લંડનમાં તેની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે.
દિશા પાટની અને ટાઇગરની ફિલ્મોની વાત કરીએ તો દિશાની એક વિલન રિટર્નસ રિલીઝ થવાની તૈયારીમાં છે. બીજી તરફ ટાઇગર ગણપત અને બાગી 4માં જોવા મળશે. દિશા અને ટાઇગર વચ્ચે ભલે રિલેશન ન રહ્યાં હોય, પરંતુ તેઓ ફ્રેન્ડની જેમ સાથે રહેશે. તેઓ હવે તેમના બ્રેકઅપને લઈને કમેન્ટ કરે કે નહીં એ હવે જોવું રહ્યું. ટાઇગરની સ્ક્રૂ ઢિલાની જાહેરાત પણ હાલમાં જ થઈ છે અને આ ફિલ્મને કરણ જૌહર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.