વેસ્ટઇન્ડિઝ સામેની વનડે સીરીઝમાં ભારતે હેટ્રિક જીત મેળવી..

ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીની ત્રીજી મેચ 119 રને જીતી લીધી છે. વરસાદથી પ્રભાવિત આ મેચનું પરિણામ ડકવર્થ લુઈસ નિયમ પર આધારિત હતું અને ભારતીય કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની ઇનિંગ્સ દરમિયાન બે વખત વરસાદ પડ્યો હતો. ભારતે 36 ઓવરમાં 3 વિકેટે 225 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ સામે ડકવર્થ લુઈસ નિયસ હેઠળ 35 ઓવરમાં 257 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. યજમાન ટીમ 26 ઓવરમાં 137 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ઓપનર શિખર ધવન અને શુભમન ગીલે ભારતને સારી શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 113 રનની ભાગીદારી થઈ હતી તેમજ કેપ્ટન ધવન 74 બોલમાં 58 રન બનાવીને આઉટ થયો હતો. તે બહાર નીકળ્યા પછી તરત જ વરસાદ પડ્યો. જ્યારે રમત ફરી શરૂ થઈ ત્યારે તેને 40 ઓવરની કરવામાં આવી હતી. શુભમન ગિલ અને શ્રેયસ અય્યરે (44) ઝડપી રન બનાવ્યા હતા. 86 રનની ભાગીદારી બાદ અય્યર 199 રન બનાવીને આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવ (8) ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો અને ગિલ 98 રન પર રમી રહ્યો હતો અને જ્યારે વરસાદ આવ્યો ત્યારે તે પ્રથમ સદી ફટકારવાનો હતો. આ સમયે ભારતનો સ્કોર 36 ઓવરમાં 3 વિકેટે 225 રન હતો.

વરસાદના કારણે ભારતની બેટિંગ આવી ન હતી. વરસાદ બંધ થયા બાદ વેસ્ટ ઈન્ડિઝને ડકવર્થ લુઈસ નિયમ મુજબ 35 ઓવરમાં 257 રનનો ટાર્ગેટ મળ્યો હતો. શુભમન ગિલ 98 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ રહ્યો હતો અને સેમસને 6 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી હેડન વોલ્શે બે બેટ્સમેનોને આઉટ કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.