સુરતના સરથાણામાં વેપારી પર ફાયરિંગ કરાવનાર પત્નીનો જ મિત્ર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું

સુરતના સરથાણા વિસ્તારમાં શ્યામધામ મંદિર નજીક થોડા દિવસ પહેલા હિરેન નામના કાપડના વેપારી પર ફાયરિંગની ઘટના સામે આવી હતી.જેમાં બાઈક પર આવેલા બે અજાણ્યા ઈસમમાંથી એક ઇસમે પોતાની પાસે રહેલી ગન વડે હિરેન પર ફાયરિંગ કરી દીધુ હતું.

સુરતના સરથાણા વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક કાપડના વેપારી પર ફાયરિંગની ઘટના સામે આવી હતી જેમાં આ સમગ્ર મામલે પોલીસે અનિલ કાકડીયા નામના એક ઈસમની ધરપકડ કરી છે અને અનિલે પોલીસની પૂછપરછમાં કબુલાત કરી છે કે, ભોગ બનનાર હિરેન તેની પત્નીને ત્રાસ આપતો હોવાને લઈ તેને બે ઈસમો પાસે આ કામ 60,000 રૂપિયા આપીને કરાવ્યું છે.

સુરતના સરથાણા વિસ્તારમાં શ્યામધામ મંદિર નજીક થોડા દિવસ પહેલા હિરેન નામના કાપડના વેપારી પર ફાયરિંગની ઘટના સામે આવી હતી. બાઈક પર આવેલા બે અજાણ્યા ઈસમમાંથી એક ઇસમે પોતાની પાસે રહેલી ગન વડે હિરેન પર ફાયરિંગ કરી દીધુ હતું અને ત્યારબાદ આ ઈસમો ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ સરથાણા પોલીસે ફાયરિંગ કરનાર સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.