આવતીકાલે સવારે 10:30 વાગે ભારતના સૌથી મોટા ઐતિહાસિક અયોધ્યા કેસના ચુકાદા પર છે સૌની નજર..

દેશના સૌથી સંવેદનશીલ અને ચર્ચાસ્પદ મામલાઓમાંના એક એવા અયોધ્યા રામ મંદિર કેસનો શનિવારે (આવતીકાલે) ચુકાદો આવશે. શનિવાર સવારે 10.30 કલાકે અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ કેસનો ચુકાદો સુપ્રીમ કોર્ટ સંભળાવશે. 

  • રામજન્મભૂમિ કેસનો શનિવારે ચુકાદો
  • 500 વર્ષ જુના વિવાદનો આવશે અંત
  • શનિવારે સવારે 10.30 કલાકે આવશે ચુકાદો
  • યુપીમાં જડબેસલાક સુરક્ષા, ખુદ જજ ગોગાઈ એ લીધી મુલાકાત

નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં રોજ ચાલેલી સુનાવણીનો 16 ઓક્ટોબરે અંત આવ્યો હતો. આ કેસનો ચુકાદો 4 નવેમ્બર થી 15 નવેમ્બરની વચ્ચે આવવાની સંભાવના વ્યકત કરાઈ હતી. જો કે, તાજેતરમાં પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ શનિવારે રામ જન્મભૂમિ કેસનો ચુકાદો આવશે. આશરે 500 વર્ષથી ચાલ્યો આવતો આ વિવાદનો આવતીકાલે અંત આવશે.

કોણ સંભળાવશે ચુકાદો ?

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, ન્યાયમૂર્તિ એસ.એ.બોબડે, ન્યાયમૂર્તિ ધનંજય વાય ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભૂષણ અને ન્યાયાધીશ એસ.અબ્દુલ નઝીરની-સભ્યોની બેંચ શનિવારે સવારે સાડા દસ વાગ્યે ચુકાદો આપશે.

યુપીમાં જડબેસલાક સુરક્ષા, ખુદ જજ ગોગાઈ એ લીધી મુલાકાત


સુપ્રીમ કોર્ટના જજ રંજન ગોગાઈ ઉત્તરપ્રદેશના અધિકારીઓને મળીને આવતી કાલે ઉત્તરપ્રદેશમાં લો એન્ડ ઓર્ડર જળવાઈ રહે તે અંગે વ્યવસ્થા કરવા માટે જાણ કરી હતી. આવતી કાલે 1992માં થયેલી બાબરીધ્વંસ કેસનો ચુકાદો આવવાનો છે. ત્યારે ચુકાદોઅયોધ્યા મંદિર તરફી કે બાબરી મસ્જિદ તરફી આવે તો સંવેદનશીલ વિસ્તારોમાં તોફાનો થવાની શક્યતાને પગલે યુપીમાં જડબેસલાક કાનુની વ્યવસ્થા કરવામાં આવી છે. 

સંવેદનશીલ વિસ્તારમાં તંત્ર દ્વારા તૈનાત કરાશે સુરક્ષા

રામમંદિરનો ચુકાદો 15મી નવેમ્બર આસપાસ આવવાની સંભાવના સેવાઈ રહી છે. ત્યારે ગુજરાતમાં ગોધરા, અમદાવાદ, વડોદરા, મહેસાણા, સહિતના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાનો પૂરે પુરો બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને ચુપચાપ ઈન્ડિયન આર્મી સહિતના સુરક્ષા દળોને તૈનાત કરી દેવામાં આવ્યુ છે. 
 

તમામ રાજ્યોને સુરક્ષા એડવાઇઝરી 

ગૃહ મંત્રાલયથી જોડાયેલ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સુપ્રીમ કોર્ટમાં અયોધ્યાના ચુકાદાને ધ્યાને રાખતા ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને એડવાઇઝરી મોકલી છે. તમામ રાજ્યોના ચુકાદાને લઇને અલર્ટ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વધારે સુરક્ષા માટે ગૃહ મંત્રાલયે અર્ધ સૈનિક દળોની 40 કંપનીઓ મોકવી છે. આ 40 કંપનીઓમાં 4000 પૈરા મિલિટ્રી ફોર્સના જવાનો પણ સામેલ છે.

ઉત્તર પ્રદેશમાં 9 થી 11 નવેમ્બર શાળા, કોલેજ રહેશે બંધ

રામ જન્મભૂમિ વિવાદનો ચુકાદો સુપ્રીમ કોર્ટ શનિવારે આવવાનો છે ત્યારે સુરક્ષાના કારણોને ધ્યાને રાખીને આગામી 9 નવેમ્બરથી 11 નવેમ્બર સુધી શાળા, કોલેજ, શૈક્ષણિક સંકુલ બંધ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. 
 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.