ધર્મજ્યોતિષ:જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ??

મેષ: કાર્યક્ષેત્રમાં અવનવી તકો જણાય, ખુબ જ સાવચેતી રાખીને આગળ વધવું અને આવનાર વિઘ્નો હળતા થતા જણાય.

વૃષભ: દિવસ ચિંતામાં પસાર થાય, ઉદાસીનતાનો અનુભવ થાય, કાર્યક્ષેત્રમાં રૂચી ના આવે તેમજ આરોગ્ય સારું રહે.

મિથુન: મનનું ધાર્યું મનમાં રહી જાય, બોલવાથી વાદ-વિવાદ જાગે અને કોઇપણ કાર્યની શરૂઆત વિચારીને કરવી.

કર્ક: દરેક કાર્યમાં વિઘ્નો દૂર થાય, આગળ વધવાના માર્ગો મળે તેમજ શાંતિનો અનુભવ થાય.

સિંહ: મન ઉગ્રતા અને બેચેની અનુભવે, અજાણ્યા ડરનો સામનો કરવો પડે, વાદ-વિવાદથી બચવું.

કન્યા: પોતાની લાગણીઓ પર કાબુ રાખવો અને નિરાશા ખંખેરી નવા માર્ગો પર પ્રવાહિત થવું અને સ્વજનનો સાથ સહકાર મળે.

તુલા: મહેનત રંગ લાવે, નાણાની ઉણપ દૂર થાય તેમજ સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી.

વૃશ્વિક: આર્થિક રીતે સ્વનિર્ભર બનો, નાણાકીય ભીડ દૂર થાય, ગૃહમાં ક્લેશ દૂર થાય.

ધન: નાણાકીય તકલીફો દૂર થાય, વાહન-મકાન ખરીદવાના યોગ બને અને શેર-સટ્ટામાં આકસ્મિક લાભ થાય.

મકર: બેચેની અને મનની મુંઝવણ દૂર થાય, ગૃહ જીવનમાં વાદ-વિવાદથી બચવું અને આરોગ્ય સાચવવું.

કુંભ: પરિસ્થિતી સુધરતી જણાય, કરેલી મહેનતનું ફળ મળતું દેખાય, સ્વાસ્થ્ય સાચવવું.

મીન: ગૃહ ક્લેશ ન થાય તે સાચવવું, મનની ચિંતાઓનો અંત આવે અને સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.