ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સ પર જલ્દી જ એક ડોક્યૂમેન્ટ્રી ફિલ્મ રીલિઝ થવાની છે અને 31 વર્ષીય સ્ટાર ઓલરાઉન્ડરના અંગત જીવન પર આધારિત આ ડોક્યૂમેન્ટ્રી ફિલ્મના ટ્રેલરને પ્રાઈમ વીડિયો પર જોઈ શકો છો. ટ્રેલરમાં સ્ટાર ખેલાડીના કરિયરથી લઈને તેના ખાનગી જીવન વિશે જણાવ્યું છે. સ્ટોક્સની આ ફિલ્મ વિશે કહે છે કે, ‘એક વસ્તુ જે હું પ્રયત્ન કરવા ઈચ્છું છું અને આની સાથે કરવા ઈચ્છું છું, તે એ છે કે, ટીવી પર જે અમારી છબી દેખાય છે અને તેનાથી દૂર એક બીજી છબી પણ હોય છે.’
આ ફિલ્મનું નામ ‘Phoenix from the Ashes’ છે, જે 26 ઓગસ્ટે રીલિઝ થશે. આ વર્ષની શરૂઆતમાં સમાચારો સામે આવ્યા હતા કે, ટીવી પ્રોડક્શન કંપની વ્હીસ્પર સ્ટોક્સની સાથે એક ડોક્યૂમેન્ટ્રીનું નિર્માણ કરવા માટે દોઢ વર્ષ કરતા વધુ સમયથી કામ કરી રહી છે અને Red Bull આ ડોક્યૂમેન્ટ્રીને પ્રાયોગિત કરી રહી છે અને એમેઝોન પ્રાઈમ પર રહેશે. ફેબ્રુઆરી 2022મા ઇંગ્લેન્ડના વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર સ્ટોક્સ નિયમિત રૂપથી કેમેરામેનની સાથે જોવા મળ્યો હતો અને એમેઝોન પ્રાઈમે આ ડોક્યૂમેન્ટ્રી માટે સ્ટોક્સના સાથી ખેલાડીઓના ઇન્ટરવ્યૂ માટે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) ની પરમિશન લીધી હતી.
તેને આગળ કહ્યું કે, ‘અમારા પાસેથી શું અપેક્ષા રાખવામાં આવે છે, પણ મને આ પણ લાગે છે કે, હું અન્ય એક ખેલાડીની જગ્યા લઇ રહ્યો છું, જે જોસ બટલર અને બાકી ટીમને પોતાના બધું આપી શકે છે અને આ કોઈ બીજા માટે ક્રિકેટરના રૂપમાં પ્રગતિ કરવાનો અને ગત 11 વર્ષોમાં અવિશ્વસનીય યાદો બનાવવાનો સમય છે.’
31 વર્ષીય બેન સ્ટોક્સ ટેસ્ટ ક્રિકેટમાં સારા ફોર્મમાં છે અને કેપ્ટનના રૂપમાં પસંદગી થયા પછીથી ઇંગ્લેન્ડને ચાર મેચોમાં જીત અપાવી હતી, તે ICC ટેસ્ટ ઓલરાઉન્ડર્સ ચાર્ટમાં પાંચમાં સ્થાન પર છે અને સ્ટોકસે હાલમાં જ T20 અને ટેસ્ટ ક્રિકેટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે એકદિવસીય (વન-ડે) ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.