હવે Voter IDને પણ Aadhaar Card સાથે લિંક કરવામાં આવશે. આજથી દેશભરમાં અનેક રાજ્યોમાં Voter IDને Aadhaar Card સાથે લિંક કરવાનું કામ શરૂ થઈ રહ્યું છે. મહારાષ્ટ્ર અને ત્રિપુરા સહિત ઘણા રાજ્યોમાં ચૂંટણી પંચ આજથી એક અભિયાન ચલાવી રહ્યું છે અને જે અંતર્ગત Voter IDને Aadhaar Card સાથે લિંક કરવામાં આવશે. ચૂંટણી પંચનો દાવો છે કે Voter IDને Aadhaar Card સાથે લિંક કરવાથી મતદાર યાદીમાં ડુપ્લિકેશન અટકાવવામાં આવશે.
2015માં પ્રથમ વખત ચૂંટણી પંચે Voter IDને Aadhaar Card સાથે લિંક કરવાની યોજના પર કામ શરૂ કર્યું હતું. જો કે સુપ્રીમ કોર્ટે આ યોજના પર સ્ટે મુકી દીધો હતો. ત્યાર પછી 2019માં ચૂંટણી પંચે કેન્દ્ર સરકારને ચૂંટણી સુધારણા સંબંધિત કેટલીક ભલામણો આપી હતી અને આમાંની એક ભલામણ Voter IDને Aadhaar Card સાથે લિંક કરવાની હતી.
ચૂંટણીમાં સુધારો કરવા માટે કેન્દ્ર સરકાર ચૂંટણી કાયદામાં સુધારો કરવા માટે બિલ લાવી હતી. આ બિલ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું છે અને હવે તે કાયદો બની ગયું છે તેમજ કાયદો લાગૂ થતાં જ Voter IDને Aadhaar Card સાથે લિંક કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
જો કે, Voter IDને Aadhaar Card સાથે લિંક કરવું એ એક લાંબી પ્રક્રિયા છે, જેમાં કેટલાંક મહિનાનો સમય લાગી શકે છે. ત્રિપુરામાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી છે. અહીં 27 લાખ મતદારો છે અને ત્રિપુરાના મુખ્ય ચૂંટણી કમિશનર અનુસાર, બે મહિનામાં તમામ લોકોના Voter IDને Aadhaar Card સાથે લિંક કરવાનું લક્ષ્ય છે.
તેનાથી ચૂંટણીમાં થતી ગડબડીને અટકાવવામાં મદદ મળશે. આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં એક જ વ્યક્તિનું નામ મતદાર યાદીમાં ઘણી વખત નોંધવામાં આવતું હતું અને જેના કારણે ચૂંટણીમાં મતદાન વખતે ગડબડી થતી હતી. પરંતુ Aadhaar Card માત્ર એક જ છે, તેથી કોઈપણ વ્યક્તિ ફક્ત એક જ વાર પોતાનું નામ નોંધાવી શકશે.
Voter IDને Aadhaar Card સાથે લિંક કરવાના બે મોટા ફાયદા થશે. પ્રથમ, વ્યક્તિ ફક્ત એક જ વાર મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે. આના કારણે ડુપ્લિકેશન અટકશે અને બીજું, એ કે, નકલી Voter ID બનાવવા પર રોક લગાવી શકાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.