સુરતમાં 3.52 કરોડનો ગાંજો મોકલનાર ડ્રગ્સ માફિયાને પોલીસે ઝડપયો…

ઓરિસ્સાથી ગુજરાતમાં ગાંજો પૂરો પાડનાર અને માફિયા તરીકે જાણીતા દીલીપ ગૌડાને પકડવા સુરત પોલીસનું ઓરિસ્સામાં સફળ ઓપરેશન પાર પાડ્યું છે અને છેલ્લા બે વર્ષમાં સુરતમાં 3 કરોડ 52 લાખનો ગાંજો મોકલનાર ડ્રગ્સ માફિયાને ઝડપી લેવાયો છે. ઓરિસ્સાના માફિયા બે ભાઈ પૈકી એક સુનિલ પાંડી જેલમાં બંધ અને અનિલ પાંડી વોન્ટેડ હોવાથી ત્રીજા માફિયાને મોકળુ મેદાન મળી ગયું હતું અને જંગલમાં છુપાઇને રહેતો દીલીપ બેસણામાં ગામ આવ્યો અને સુરત પોલીસ ઓરિસ્સાથી સુરત ઊંચકી લાવી છે.

ઓરિસ્સાના સૌથી મોટા ગાંજા માફિયા પૈકીનાં એક ગણાતાં તથા નકસલવાદી વિસ્તારમાં આવેલાં ફુલબની અને ગજપતિના જંગલમાં જ છુપાઇને રહી ત્યાં જ ગાંજો ઉગાડી દેશભરમાં સપ્લાય કરતાં ડ્રગ્સ માફિયા દીલીપ ગૌડાને સુરત ક્રાઇમ બ્રાન્ચ તેના વતનથી જ ઉંચકી લાવવામાં સફળ રહી હતી અને બે વર્ષમાં પકડાયેલા આરોપી દિલીપે ટ્રકમાં ગુપ્ત ખાનું બનાવી સાડા ત્રણ કરોડની કિંમતનાં 75૦૦ કિલો કરતાં પણ વધુ ગાંજો ગુજરાત મોકલી ચુક્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે 2020માં પૂણા વિસ્તાર માંથી 564 કિલો ગાંજો ભરીને ટૂક પકડી હતી. 2021માં ફરી પૂણા વિસ્તારમાંથી જ પોલીસે 1009 કિલો ગાંજો કબજે કર્યો હતો. આ બંને પ્રકરણમાં ઓરિસ્સાના ગંજામ જિલ્લાના બડાગીડા ગામના દીલીપ ત્રિનાથ ગૌડાનું નામ બહાર આવ્યું હતું.

છેલ્લા બે વર્ષથી દેશભરની પોલીસ દિલીપ ગૌડાને શોધી રહી હતી આ પહેલા પણ બે વખત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઓરિસ્સાથી ખાલી હાથ પરત ફરી હતી અને જેથી આ ઓપરેશનમાં સ્થાનિક ઓરિસ્સા પોલીસને અંધારામાં રાખી આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નજીકના સ્વજનનાં 10માં અને 12માંની વિધિમાં વતન આવવાનો હોઇ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી અને તેને કોઇ પણ તક આપ્યા વિના ઉંચકી લઇ સીધી સુરત આવી પહોંચી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.