વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી કોંગ્રેસ પાર્ટીએ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોતાના પ્રોફાઈલ ફોટોને બદલી નાંખ્યો છે. કોંગ્રેસે તિરંગાની સાથે પૂર્વ વડાપ્રધાન પડિત જવાહરલાલ નેહરૂનો ફોટો લગાવ્યો છે અને સ્વતંત્રતા દિવસથી પહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ કોંગ્રેસે પ્રોફાઈલ ફોટોમાં બદલાવ કર્યો છે, આની સાથે જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ તિરંગા સાથે પંડિત નેહરૂનો ફોટો પોતાના પ્રોફાઈલમાં લગાવ્યો છે.
તિરંગાની સાથે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂનો ફોટો શેર કરતા એક ખાસ મેસેજ પણ આપ્યો છે. કોંગ્રેસે ટ્વીટર પર લખ્યું કે, ‘તિરંગા અમારા દિલમાં છે, લોહી બનીને અમારી નસોમાં છે અને 31 ડિસેમ્બર, 1929 એ પંડિત નેહરૂએ રાવી નદીના કિનારે તિરંગાને ફરકાવતા કહ્યું હતું કે, ‘હવે તિરંગો ફરકાવી દીધો છે અને તે નમવો ન જોઈએ.’ ચાલો આપણે બધા દેશની અખંડ એકતાનો સંદેશ આપતા આ તિરંગાને આપણી ઓળખ બનાવીએ.
પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂનો ફોટો શેર કર્યાની સાથે રાહુલ ગાંધીએ લખ્યું કે, ‘દેશની શાન છે, આપણો તિરંગો, દરેક હિન્દુસ્તાનીના દિલમાં છે અને આપણો તિરંગો.’ તેમજ, પ્રિયંકા ગાંધીએ લખ્યું કે, ‘વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડો ઉંચો રહે આપણો.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ના 91મા એપિસોડમાં દેશવાસીઓને 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પ્રોફાઈલના રૂપમાં તિરંગો લગાવવાની અપીલ કરી હતી અને આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ જન આંદોલનમાં બદલાઈ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.