OnePlus Nord 20 SEને હવે AliExpress પર ખરીદવા માટે લિસ્ટ કરવામાં આવ્યો છે અને ડિવાઈસમાં ફ્રન્ટમાં વૉટરડ્રોપ નૉર્ચ ડિસ્પ્લે અને પાછળની તરફ 50MPનો ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. આ મીડિયાટેકના હેલિયો ચિપસેટ દ્વારા સંચાલિત છે અને તેમાં 5,000mAhની બેટરી છે. આ માર્કેટમાં આવનારો સૌથી સસ્તો વનપ્લસ ફોન છે. અહીં નૉર્ડ 20 એસઈના સ્પેસિફિકેશન્સ, ફીચર્સ અને કિંમત અંગે બધી જાણકારી આપવામાં આવી છે.
OnePlus Nord 20 SEમાં 6.5 ઈંચની આઈપીએસ એલસીડી સ્ક્રીન છે, જે 720 x 1612 પિક્સલનો એચડી + રિજોલ્યુશન અને 600 નિટ્સ બ્રાઈટનેસ પ્રોડ્યુસ કરે છે. ડિસ્પ્લે નૉર્ચમાં 8MPનો સેલ્ફી કેમેરો છે અને તેની બેક પેનલમાં 50MP મુખ્ય + 2MP ડેપ્થ ડ્યુઅલ કેમેરો સેટઅપ છે. Helio G35 ચિપ નૉર્ડ 20 SEને પાવર આપે છે. ડિવાઈસ 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજની સાથે આવે છે અને જેમાં એક માઇક્રોએસડી કાર્ડ સ્લોટ છે. ફોન એન્ડ્રોઈડ 12 ઓએસ અને ઑક્સિજનઓએસ 12.1 પર ચાલે છે.
Nord 20 SEમાં 5,000mAhની બેટરી છે. આ 33W SuperVOOC ચાર્જિગને સપોર્ટ કરે છે. સુરક્ષા માટે, હેન્ડસેટ સાઇડ-ફેસિંગ ફિંગરપ્રિન્ટ સ્કેનર અને એઆઈ ફેસ અનલોક જેવી સુવિધાઓ આપે છે. Nord 20 SEની અન્ય વિશેષતાઓમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર, 4જી વીઓએલટીઈ, વાઈફાઈ, બ્લૂટૂથ 5.0, જીપીએસ, એક યુએસબી સી પોર્ટ અને એક 3.5 મિમી ઑડિયો જેક સામેલ છે અને Nord 20 SE બીજુ કશું નહીં પરંતુ ઓપ્પો એ77 4જીનો રીબ્રાન્ડેડ વર્ઝન છે, જેની ભારતમાં કિંમત 15,499 રૂપિયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.