સમગ્ર રાજકોટ જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એક વાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી છે. સર્વત્ર અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને લઈને રાજકોટની જીવાદોરી ગણાતા ભાદર ડેમમાં નવા નીરની આવક થઈ છે અને રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભૂખી ગામ પાસેનો ભાદર-2 ડેમ હાલ નિર્ધારિત સપાટીએ ભરાઈ જતાં ઓવરફ્લો થઈ ગયો છે.
ડેમનો 1 દરવાજો 1.5 ફૂટ ખોલવામાં આવ્યો છે. ડેમમાં 1506 કયુસેક પાણીની આવક સતત ચાલુ છે. જેની સામે 1506 કયુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે અને ડેમની હેઠવાસમાં આવેલ ધોરાજી તાલુકાના ભોળા, ભોલગામડા, છાડવાવદર, સુપેડી ઉપલેટા તાલુકાના ડુંમીયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, ગંદોડ, હાડફોડી, ઈસરા, કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા, તલગણા, ઉપલેટા સહિતના ગ્રામજનોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા સાવચેત રહેવા કલેકટરના ફ્લડ કંટ્રોલ રૂમની યાદીમાં જણાવાયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.