રાજ્યમાં આજથી મ.ગુજરાત અને ઉ.ગુજરાતમાં મધ્યમ થી ભારે વરસાદની આગાહી, કેટલાક શહેરોમાં એલર્ટ

રાજ્યમાં આજથી ભારે વરસાદની આગાહી છે અને જેમાં અપર એર સાયક્લોનીક સર્ક્યુલેશનથી વરસાદ રહેશે. તથા દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ મ.ગુજરાત અને ઉ.ગુજરાત મધ્યમથી ભારે વરસાદની આગાહી છે અને જેમાં 8થી 10 ઓગસ્ટ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેશે.

ઉલ્લેખનીય છે કે  સુરત, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચમાં વરસાદ ખાબકશે. તથા રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથમાં પણ વરસાદ રહેશે તેમજ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા,નડિયાદમાં પણ વરસાદની આગાહી છે. તથા બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં પણ મેઘમહેર થશે અને જેમાં રાજ્યમાં આજથી ભારે વરસાદની આગાહી છે. તેમાં અપર એર સાયકલોનીક સર્ક્યુલેશનથી વરસાદ રહેશે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અને તેમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. તથા આગાહીને લઈ પાંચ દિવસ માટે તંત્ર એલર્ટ પર છે. તેમજ સુરતમાં વરસાદી ઝાપટા સાથે વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ નવા સપ્તાહની શરૂઆતમાં મેઘરાજા ધડબડાટી બોલાવે તેવી હવામાન વિભાગની આગાહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.