રાજસ્થાનના ભરતપુરમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ રંજીતા કોલીની કાર પર ખનન માફિયાઓ દ્વારા હુમલાની ઘટના સામે આવી છે અને કહેવામાં આવી રહ્યું છે કે, સાંસદ રંજીતા કોલી દિલ્હીથી રાજસ્થાન પરત ફરી રહી હતી ત્યારે ભરતપુરમાં માઇનિંગ માફિયાઓએ તેમની કાર પર પથ્થરમારો કર્યો હતો. હુમલા બાદ ભાજપના સાંસદ ધરણા પર બેસી ગયા છે તો આ તરફ જિલ્લા કલેકટર પણ ત્યાં પહોંચ્યા આનએ તેમણે જણાવ્યું કે, સાંસદે આરોપ લગાવ્યો છે કે, તેમને નજીકની પોલીસ ચોકીઓમાંથી તાત્કાલિક મદદ મળી નથી, જે વરિષ્ઠ પોલીસ અધિકારીઓના ધ્યાન પર લાવવામાં આવ્યું છે.
આ કથિત હુમલા અંગે રંજીતા કોલીએ જણાવ્યું હતું કે, “મેં 150 જેટલી ઓવરલોડ ટ્રક જોઈ અને તેમને રોકવાનો પ્રયાસ કર્યો પણ ભાગી ગઈ. તેઓએ વિચાર્યું કે હું જ કાર છું અને પથ્થરમારો કરવા લાગ્યો, કારનો કાચ તૂટી ગયો અને મને મારી નાખવામાં માટે આ મારા પર હુમલો છે પરંતુ હું ગભરાઈશ નહીં.” બીજેપી સાંસદે કહ્યું, “તેઓએ મને મારવાનો પ્રયાસ કર્યો. હું જીવ બચાવવા કારમાંથી કૂદી પડી અને અમારે માત્ર ગેરકાયદેસર ખનન રોકવાની ઈચ્છા છે, આજે અમને મારી નાખવાનો પ્રયાસ કર્યો છે.
બીજેપી સાંસદ રંજીતા કોલીએ તેમના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “ભરતપુર લોકસભા મતવિસ્તારમાં ગેરકાયદેસર ખનન અને ખાણ માફિયાઓનો દબદબો એટલો છે કે, જ્યારે હું માહિતી મળતાં રાતના અંધારામાં કામાં પહોંચી તો સંબંધિત સ્થળ પર 100થી વધુ વાહનો મળી આવ્યા હતા અને મારા દ્વારા રોકવામાં આવતા આજે ફરી એકવાર મારા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
સમગ્ર મામલે ભરતપુર જિલ્લા કલેક્ટર આલોક રંજને આ બાબત વિશે જણાવ્યું હતું કે, “ઓવરલોડ ટ્રક દ્વારા તેમના પર પથ્થરમારો કરવાનો આરોપ લગાવીને ધરણા પર બેસ્યા છે. અમે ઘટનાસ્થળે આવીને તેમને ફરિયાદ નોંધાવવા કહ્યું, જેથી તેઓ સંમત પણ થઈ ગયા છે અને તેમણે આરોપ લગાવ્યો છે કે, તેમને નજીકની પોલીસ ચોકીઓમાંથી તાત્કાલિક મદદ મળી નથી અને જે વરિષ્ઠ પોલીસ અધિકારીઓના ધ્યાન પર લાવવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.