રામમદિંર ત્યાં જ બનશે, જાણો સુપ્રીમ કોર્ટનો આખા ચુકાદા વિશે

અયોધ્યા મામલે ચીફ જસ્ટિસ રંજન ગોગાઈ, જસ્ટિસ શરદ અરવિંદ બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડીવાય ચંદ્વચૂડ અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીરની અધ્યક્ષતાવાળી સંવિધાન પીઠે ફેંસલો સંભળાવી દીધો છે, જે મુજબ વિવાદીત જમીન રામલલાને આપવામાં આવી છે. જ્યારે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં કોઇપણ જગ્યાએ 5 એકર જમીન આપવામાં આવશે. સુન્ની વક્ફ બોર્ડને 5 એકર જમીન આપવામાં આવશે. મંદિર બનાવવા માટે ટ્રસ્ટ બનાવવામાં આવશે.

ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે જુઓ શું કહ્યું…

09-11-2019 11:17 AM – 5 જજોની સંમતિથી અયોધ્યા વિવાદનો નિર્ણય લેવામાં આવ્યો.

09-11-2019 11:16 AM – કોર્ટે કહ્યું, રામ મંદિર માટે ટ્રસ્ટ બનાવશે સરકાર

09-11-2019 11:13 AM – કોર્ટે કહ્યું, મુસ્લિમ પક્ષ એ સાબિત ન કરી શક્યું કે તેમની પાસે માલિકી હક હતો. સુન્ની વક્ફ બોર્ડને 5 એકરની જમીન આપવામાં આવે.

09-11-2019 11:12 AM – કોર્ટે કહ્યું, વિવાદિત ઢાંચાની જમીન હિંદુઓને આપવામાં આવશે. મંદિર માટે ટ્રસ્ટ બનાવશે સરકાર.

09-11-2019 11:08 AM – કોર્ટે કહ્યું, મુસલમાનોને મસ્જિદ માટે બીજી જગ્યા આપવામાં આવશે.

09-11-2019 11:07 AM – કોર્ટે કહ્યું કે, મુસ્લિમ પક્ષ જમીનનો દાવો સાબિત કરવામાં નિષ્ફળ રહી.

09-11-2019 11:05 AM – સાથે જ કોર્ટે ચોખવટ કરી કે નિર્ણય કાયદાના આધારે જ આપવામાં આવશે.

09-11-2019 11:05 AM – કોર્ટે કહ્યું કે, આસ્થાના નામ પર જમીનનો માલિકી હક આપી શકાય નહિ.

09-11-2019 11:04 AM – મસ્જિદ ક્યાકે બની તેની ચોખવટ ASIએ કરી નથી.પણ ASIએ ન કહી શક્યું કે મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી.

09-11-2019 11:04 AM – તેમણે રિપોર્ટમાં એવું નથી કહ્યું કે ખાલી જમીન પર મસ્જિદ બનાવવામાં આવી નહોતી.

09-11-2019 11:04 AM – ASI રિપોર્ટના આધારે નીચે મંદિર હતું, એવું ચીફ જસ્ટિસે કહ્યું.

09-11-2019 11:03 AM – કોર્ટે કહ્યું, મસ્જિદ ક્યારે બનાવાઈ તે સ્પષ્ટ નથી. નિર્મોહી અખાડાના સૂટને પણ ફગાવી દેવામાં આવી.

09-11-2019 11:03 AM – સુપ્રીમ કોર્ટ દ્વારા શિયા મામલે સર્વસંમતિથી શિયા-સુન્ની બોર્ડની અરજી ફગાવી દેવામાં આવી, જેમાં માંગ હતી કે, શિયાએ આ મસ્જિદ બનાવી હતી.

આ હતી હિન્દુ પક્ષોની દલીલોઃ

હિંદુ પક્ષે નકશો, તસવીરો અને પુરાતાત્વિક પુરાવા દ્વારા સાબિત કરવાનો પ્રયત્ન કર્યો હતો વિવાદિત માળખુ બનતાં પહેલાં ત્યાં ભવ્ય મંદિર હતું. મંદિરને ધ્વસ્ત કરી મસ્જિદનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા ફોટોગ્રાફ દ્વારા કહેવામાં આવ્યું હતું કે વિવાદિત બિલ્ડિંગના 14 થાંભલા પર બની હતી. આ થાંભલામાં તાંડવ મુદ્વામાં શિવ, હનુમાન કમળ અને વાઘની સાથે ગરૂડની આકૃતિઓ છે.

હિંદુ પક્ષે દાવો કર્યો હતો કે વિવાદિત સ્થળ પર આજથી 2 હજાર વર્ષ પહેલાં પણ ભવ્ય રામ મંદિર હતું. મંદિરના ઢાંચાની ઉપર જ વિવાદિત બિલ્ડિંગ બનાવવામાં આવી હતી. પ્રાચીન મંદિરના થાંભલા અને બીજી સામગ્રીનો ઉપયોગ પણ વિવાદિત ઢાંચાના નિર્માણમાં કરવામાં આવ્યો હતો.

હિંદુ પક્ષ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે પ્રકારે અહીં કેસ ચાલી રહ્યો છે કરોડો લોકોની આસ્થા છે કે તે ભગવાન રામનું જન્મ સ્થાન છે. હજારો વર્ષ પહેલાં પૂજા-પરિક્રમાની પરંપરા રહી છે. કરોડો લોકોની આ આસ્થાને ઓળખ અને તેને માન્યતા આપવાની કોર્ટની જવાબદારી છે. 

મુસ્લિમ પક્ષોની દલીલોઃ

મુસ્લિમ પક્ષના વકીલ નિજામ પાશાએ પણ કહ્યું હતું કે બાબરી મસ્જિદની માન્યતા પર સવાલ ઉઠાવનાર હિંદુ પક્ષની દલીલો ખોટી છે. મીનાર અથવા વજૂખાના વિના પણ મસ્જિદ હોઈ શકે છે. મસ્જિદની ડિઝાઈન નો સીધું કંઈ લેવાદેવા નથી. ક્ષેત્ર વિશેષ વાસ્તુ શિલ્પના આધાર પર મસ્જિદ બનાવવામાં આવે છે. જોવાનું એ છે કે લોકો શું માને છે. શું બાબરી મસ્જિદમાં વજૂ અક્રવાની વ્યવસ્થા હતી કે નહી. તેનાથી કોઈ ફરક પડતો નથી. કારણ કે ઈસ્લામમાં ઘરેથી પણ વજૂ કરીને મસ્જિદ આવવાની પરંપરા રહી છે.

વિવાદિત જમીન પર નિર્મોહી અખાડાના દાવાને લઈને નિજામ પાશાએ રસપ્રદ દલીલ કરી હતી. પાશાએ કહ્યું હતું કે નિર્મોહીનો અર્થ છે જે મોહથી પરે હોય, જેને સંપત્તિથી લગાવ ન હોય, તે નિર્મોહી કહે છે. પરંતુ અખાડા તે (સંપત્તિ) માટે કાનૂની લડાઈ લડી રહ્યો છે.

મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યું હતું કે હું સ્વિકારી લઉ કે શ્રીરામે ત્યાં જન્મ લીધો, પરંતુ શું આટલું હોવાથી શ્રીરામ જન્મસ્થાનને ન્યાયિક વ્યક્તિનો દરજ્જો (જીવિત વ્યક્તિ માનીને તેમના દ્વારા કેસ દાખલ) આપવામાં આવી શકે છે. 1989 પહેલાં કોઈએ શ્રીરામજન્મ સ્થળને ન્યાયિક વ્યક્તિ ન ગણ્યા. રાજીવ ધવને પોતાની દલીલો દ્વારા શ્રી રામજન્મ સ્થળને ન્યાયિક વ્યક્તિનો દરજ્જો આપવા પર સવાલ ઉઠાવતાં ઘણા ઉદાહરણો આપ્યા. કહેવામાં આવ્યું હતું કે શ્રી ગુરૂગ્રંથ સાહિબજીને જ્યાં સુધી ગુરૂદ્વારામાં પ્રતિષ્ઠિત ન કરવામાં આવે, ત્યાં સુધી તેમને ‘ન્યાતિક વ્યક્તિ’ પણ ન ગણી શકાય. આ પ્રકારે દરેક મૂર્તિને ન્યાયિક વ્યક્તિનો દરજ્જો ન આપી શકાય.

સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણીઃ

સુનાવણી દરમ્યાન જસ્ટિસ ડી વાઈ ચંદ્વચૂડે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી. જસ્ટિસ ચંદ્વચૂડે સુન્ની વકફ બોર્ડ દ્વારા રાજીવ ધવને કહ્યું હતું કે, તેમના માટે અયોધ્યાને લઈને હિંદુઓની આસ્થા પર સવાલ મુશ્કેલ હશે. એક મુસ્લિમ સાક્ષીએ કહ્યું હતું કે અયોધ્યાનું હિંદુઓ માટે તે સ્થાન છે, જે મુસલમાનો માટે મક્કા.

આ દેશનો સૌથી જૂનો મામલો છે અને આ મામલે 40 દિવસો સુધી નિયમિત સુનાવણી કરવામાં આવી હતી. આ સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં અત્યાર સુધીમાં સૌથી લાંબી ચાલનાર સુનાવણી હતી. સૌથી લાંબી સુનાવણીનો રેકોર્ડ વર્ષ 1973ના કેશવાનંદ ભારતી કેસનો છે, જેમાં 68 દિવસો સુધી સુનાવણી ચાલી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.