શુ તમને પણ સાંધાના દુખાવો છે?? તો અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર..

સાંધાનો દુખાવો અને સોજો આજકાલ મોટાભાગના લોકોમાં સામાન્ય સમસ્યા બની ગઈ છે અને આની પાછળ ક્યાંક ને ક્યાંક આપણો આહાર, આપણી ખરાબ દિનચર્યા અને આપણું અનુશાસનનું પાલન ન કરવું છે અને માત્ર વૃદ્ધો જ નહીં પરંતુ યુવાનો પણ આ રોગથી મોટી સંખ્યામાં પીડાઈ રહ્યા છે. સાંધાનો દુખાવો એક એવી સમસ્યા છે જે તમને કોઈપણ ઉંમરે પરેશાન કરી શકે છે. આ દુખાવાને કારણે પગ કે હાથ હલાવવામાં પણ તકલીફ પડે છે. જોકે ક્યારેક આ દુખાવો અસહ્ય બની જાય છે જે સારવાર બાદ પણ બંધ થતો નથી અને આવી સ્થિતિમાં, જો તમે પણ સાંધાના દુખાવાથી પરેશાન છો, તો દરરોજ આ 5 તેલથી માલિશ કરો જેથી આરામ મળે. આવો તેમના વિશે જણાવીએ તમને.

ઓલિવ તેલથી હાડકાં પર માલિશ કરવાથી રક્ત પરિભ્રમણ વધારવાની સાથે સ્નાયુઓમાં ખેંચાણ, દુખાવો, ટેન્શન પણ દૂર થાય છે અને આ ઉપરાંત, તે ત્વચામાં ઓક્સિડેટીવ તણાવ ઘટાડવામાં પણ મદદ કરી શકે છે..

એરંડાના તેલથી માલિશ કરવાથી સાંધાનો દુખાવો ઓછો થાય છે અને સોજો ઓછો થાય છે અને આ તેલથી માલિશ કરવાથી શરીરનો દુખાવો ધીરે ધીરે દૂર થઈ જાય છે.

સરસવનું તેલ હાડકાની મજબૂતી સાથે સોજો અને સાંધાનો દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે અને આ માટે અડધી વાડકી તેલ ગરમ કરો અને તેમાં લસણની એક કે બે કળી નાખો. હવે તેલને ઠંડુ થવા દો અને પછી આ તેલથી હાથ અને પગની જોરશોરથી મસાજ કરો. તેનાથી તમને સાંધાના દુખાવામાં રાહત મળશે અને હાડકાંને મજબૂત કરવા માટે તમે ખોરાક બનાવતી વખતે પણ તેનો ઉપયોગ કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.