ટિમ ઇન્ડિયામાં વારંવાર કરવામાં આવતા ફેરફારને લઈને રોહિત શર્માએ આપ્યો જવાબ…

છેલ્લાં ઘણા સમયથી ભારતીય ક્રિકેટ ટીમ સતત મેચ રમી રહી છે અને આપણે જોયું કે દરેક વખતે ટીમમાં ખેલાડીમાં ફેરફાર થતા રહે છે. ઇન્ટરનેશનલ T-20 અને વન-ડે મેચોમાં ઘણા નવોદિત યુવાન ખેલાડીઓને સ્થાન મળ્યું અને ટીમ ઇન્ડિયામાં વારંવાર ફેરફારો કેમ થાય છે? એ વિશે રોહિત શર્માએ જવાબ આપ્યો છે.

રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. તાજેતરમાં જ ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે મર્યાદિત ઓવરોની શ્રેણી જીતી હતી. તે પહેલા ઈંગ્લેન્ડ પ્રવાસ પર પણ વનડે અને T-20માં ભારતે જીતનો ઝંડો લહેરાવ્યો હતો અને હવે ભારતીય ટીમની નજર ખાસ કરીને એશિયા કપ અને T20 વર્લ્ડ કપ પર છે.

હવે કેપ્ટન રોહિત શર્માએ પોતાની ટીમને લઈને મોટું નિવેદન આપ્યું છે. રોહિત શર્માનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે આખા વર્ષ દરમિયાન ક્રિકેટ મેચોના આયોજનને ધ્યાનમાં રાખીને મજબૂત બેંચ સ્ટ્રેન્થ બનાવવી જરૂરી છે. છેલ્લા T20 વર્લ્ડ કપના ગ્રૂપ સ્ટેજમાંથી બહાર થયા પછી, ભારત પોતાની ટીમના ખેલાડીઓ સાથે પ્રયોગ કરી રહ્યું છે અને જેણે ઈજા અને વર્કલોડ મેનેજમેન્ટની પણ ભૂમિકા રહી છે.

રોહિતે સ્ટાર સ્પોર્ટ્સના કાર્યક્રમ ફોલો ધ બ્લૂઝમાં કહ્યું, અમે ઘણું ક્રિકેટ રમીએ છીએ, તેથી ઈજા અને વર્કલોડને મેનેજ કરવું મહત્વપૂર્ણ છે અને આવી સ્થિતિમાં અમારે ખેલાડીઓને રોટેટ કરવા પડશે. બદલાવ કરવાથી અમારી બેંચ સ્ટ્રેન્થને મેદાનમાં ઉતરીને રમવાની તક મળે છે. તેથી અમે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા ખેલાડીઓને અજમાવી શકીએ છીએ.

ભારતીય કેપ્ટને કહ્યું, અમે અમારી બેંચ સ્ટ્રેન્થ બનાવવા માંગીએ છીએ, અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે ભારતનું ભવિષ્ય સુરક્ષિત હાથમાં છે. એ જ યોજના છે જેનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. રોહિત ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વર્લ્ડ કપ પહેલા આ મહિનાની 27મી તારીખથી શરૂ થઈ રહેલા એશિયા કપમાં ટીમનું નેતૃત્વ કરવાની તૈયારી કરી રહ્યો છે અને રોહિતે દ્રવિડ વિશે આ વિશે કહ્યું, મને ખબર નથી કે આગળ શું અપેક્ષા રાખવી, પરંતુ તે એક ટીમ તરીકે દરરોજ વધુ સારા થવા વિશે છે.

આ ઉપરાંત રોહિતે કહ્યું, મને ખબર નથી કે આગળ શું અપેક્ષા રાખું, પરંતુ તે એક ટીમ તરીકે દરરોજ વધુ સારું થવા વિશે છે. રાહુલ દ્રવિડ જ્યારે ટીમનો કોચ બન્યો ત્યારે અમે સાથે બેસીને ટીમને આગળ લઈ જવાની યોજના પર ચર્ચા કરી હતી. દ્રવિડની વિચારસરણી મારા જેવી જ છે અને તેના કારણે મારું કામ સરળ બન્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.