શુ તમારું બાળક પણ BTS નું ફેન છે ??જો હા તો ચેતી જજો, સુરતની ચાર દીકરીઓ ઘર છોડી નીકળી ગઈ..

સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અને જેમાં એકસાથે 4 બાળકીઓ ગુમ થયાનો મામલો સામે આવ્યો હતો. જેના લીધે પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. એકસાથે 4 દીકરીઓ ગુમ થતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. આ વિદ્યાર્થીનીઓ સ્કૂલે જવાનું કહીને ઘરેથી દિલ્હી જવા રવાના થઇ હતી. જોકે બાદમાં આ દીકરીઓએ મળ્યા બાદ જે ખુલાસો કર્યો તો પોલીસ તથા માતાપિતા માટે ચોંકાવનારો હતો.

તમામ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સુરતમાં બન્યો છે અને એકસાથે ચાર બાળકી ગુમ થતા પોલીસ તંત્ર એકાએક દોડતું થયું હતું. આ અંગે અમરોલી પોલીસમાં FIR પણ નોંધાઈ. એક સાથે ચાર બાળકી ગુમ થતા પોલીસ તંત્રની ઊંઘ ઊડી હતી. પરંતુ પોલીસે ચારેય બાળકીઓને ગણતરીના કલાકોમાં શોધી કાઢી હતી. આ સાથે જ અમરોલી પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી. પરંતુ તપાસ કરતા જાણવા મળ્યુ કે, બાળકીઓ સ્કૂલ જવાનું કહી ગુમ થઈ હતી અને ગુમ થનાર બાળકીઓ કોરિયન મ્યૂઝિક બેન્ડ BTS આર્મી ગ્રુપમાં ભાગ લેવા ઘરેથી એકસાથે નીકળી ગઈ હતી. ચારેય બાળકીઓ BTS મ્યૂઝિક બેન્ડ પાછળ દિવાની છે. તેથી ઓડિશન આપવા માટે દિલ્હી ખાતે જવા નીકળી પડી હતી. બાળકીઓ ઘરેથી નીકળીને ટ્રાવેલ્સની બસમાં બેસી ગઈ હતી અને ત્યારે પોલીસે તપાસ તેજ કરતા તેઓ ભરૂચ નજીકના પાલેજ ખાતે પહોંચી ત્યારે જ તેમને શોધી લેવાઈ હતી. સમજાવીને પરત લાવવામાં આવીને માતાપિતાને સોંપવામાં આવી હતી.

આજના બાળકો ટીવી અને સોશિયલ મીડિયાથી પ્રેરાઈને તેમના જેવુ કરવા જાય છે અને તેથી માતાપિતાએ વધુ સજાગ રહેવાની જરૂર છે. પોતાના ગમતા કલાકારોને મળવા તથા તેમના જેવા બનવા માટે બાળકો કંઈ પણ કરવા તૈયાર થાય છે. આ જ ચસ્કો તેમને કંઈ પણ કરવા મજબૂર કરે છે.

આ તમામ બાળકીઓ સુરતાન કોસાડ આવાસમાં એક જ ઈમારતમાં રહેતી હતી અને ચારેય બાળકીઓ બહેનપણી હતી. જેમની ઉંમર 12 વર્ષીય, 13 વર્ષીય અને 14 વર્ષ છે. ચારેય અલગ-અલગ સ્કૂલમાં અભ્યાસ કરે છે. દિલ્હી જવા માટે તેઓ ઘરેથી સ્કૂલે જવાનુ કહીને નીકળી હતી. ચારેય કિશોરીઓ સરદાર માર્કેટની સામેથી બસમાં દિલ્હીમાં જવા નીકળી હતી. બાળીઓ સમયસર ઘરે ન પહોંચતા માતાપિતાએ શોધખોળ શરૂ કરી હતી. તેના બાદ પોલીસને જાણ કરી હતી. બીજી બાજુ, અમરોલી પોલીસ પણ સમાચાર જાણતા જ દોડતી થઈ હતી, અને ગણતરીના કલાકોમાં બાળકીઓને શોધી કાઢી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.