ઇન્દોરમાં બૉમ્બ વિસ્ફોટને લઈને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને આ ઘટના ઈન્દોરના બડગોંડ પોલીસ સ્ટેશન વિસ્તારના બેરછા વિસ્તારમાં બની હતી. પોલીસ આ મામલાની તપાસમાં લાગી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બડગોંડ પોલીસ સ્ટેશન વિસ્તારના બેરછા ગામમાં બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ બંને પક્ષો સામસામે આવી ગયા હતા. તે જ સમયે એક યુવક બોમ્બ સાથે સ્થળ પર પહોંચી ગયો અને એવું કહેવામાં આવ્યું છે કે ત્યાં 15 ઓગસ્ટની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ગ્રામજનોનું ટોળું પણ એકત્ર થઈ ગયું હતું. એવું કહેવાય છે કે યુવક ભીડની વચ્ચે પહોંચ્યો અને ત્યાં બોમ્બ ઉડાવી દીધો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.