જેક્લિન ફર્નાન્ડિઝ ફરી એક વાર મુશ્કેલીમાં આવી ગઈ છે. એક્સટોર્શન કેસમાં EDએ હવે જેક્લિનને આરોપી બનાવી છે અને તેના વિરુદ્ધ ED આજે ચાર્જશીટ ફાઇલ કરે એવું લાગી રહ્યું છે. સૂત્ર પાસેથી મળેલી માહિતી મુજબ જેક્લિનને પહેલેથી જ ખબર હતી કે સુકેશ ચંદ્રશેખર એક અપરાધી છે અને જબરદસ્તી પૈસા વસૂલ કરે છે.
બોલીવુડ એક્ટ્રેસ જેક્લિન ફર્નાન્ડિઝનું કનેક્શન જ્યારથી સુકેશ ચંદ્રશેખર સાથે સામે આવ્યુ છે ત્યારથી તે કાનૂની આંટીઘૂટીમાં ફસાઇ છે. EDએ જેક્લિન પર તેનો પંજો બરાબર કસેલો છે. EDએ હવે 215 કરોડ રૂપિયાના એક્સટોર્શન કેસમાં તેને આરોપી જણાવી છે અને ED આજે જેક્લિન સામે ચાર્જશિટ ફાઇલ કરી શકે છે.
જાણકારી મુજબ સુકેશે જેક્લિનને દસ કરોડ રૂપિયાની કિંમતી ગિફ્ટ્સ આપી હતી. EDએ જેક્લિનની સાત કરોડ રૂપિયાથી વધારેની પ્રોપર્ટી પણ અચેટ કરી છે અને એવું પણ સામે આવ્યું છે કે સુકેશે જેક્લિનના ફેમિલી મેમ્બર્સને પણ મોંઘી-મોંઘી ગિફ્ટો આપી હતી. ફેમિલીને આપેલી ગિફ્ટમાં કાર, મોંઘા સામાનની સાથે 1.32 કોરડ અને પંદર લાખના ફંડ્સનો પણ સમાવેશ થાય છે.
પહેલાં એવી વાત બહાર આવી હતી કે સુકેશ દિલ્હીની જેલમાં બંધ હોવા છતાં તેણે એક મહિલાના 215 કરોડ રૂપિયા ઠગી લીધા છે. ત્યાર બાદ સુકેશે જેક્લિનને એ જ પૈસાથી મોંઘી ગિફ્ટો આપી હતી અને આ ગિફ્ટ્સમાં ડાયમંડ, જ્વેલરી અને 52 લાખ રૂપિયાના ઘોડા સમેત ઘણી ગિફ્ટનો સમાવેશ થાય છે. આ તમામ પૈસા સુકેશે લોકોને ઢગીને કમાયા છે.
કોનમેન સુકેશે જેક્લિનને આટલી બધી ગિફ્ટ્સ શું કામ આપી એ પણ સવાલ થાય છે? આ સવાલ ઘણાં લોકોનો હતો. ત્યાર બાદ એ વાત બહાર આવી હતી કે તેઓ બન્ને રોમેન્ટિક રિલેશનશિપમાં હતા અને થોડા સમય પહેલાં સુકેશ અને જેક્લિનની ઇંટીમેટ ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. ત્યાક બાદ લોકોએ જેક્લિનને ખૂબ જ ટ્રોલ પણ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.