કરતારપુર કોરિડોરથી 550 શ્રદ્ધાળુઓ રવાના, મોદીએ ઈમરાન ખાનનો આભાર માન્યો

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પંજાબના ગુરદાસપુરમાં કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન કર્યું છે. તેમણે ડેરા બાબા નાનકમાં આવેલા ચેકપોસ્ટથી 550 શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો રવાના કર્યો છે. મોદીએ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને અન્ય નેતાઓ સાથે લંગરમાં ભોજન પણ કર્યું હતું. તેમણે રેલીમાં કહ્યું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ડેરા બાબા નાનકમાં કહ્યું કે, કરતારપુર કોરિડોરનું કામ ઝડપથી કરવા માટે હું ઈમરાન ખાનને અભિનંદન આપુ છું. તેમણે કહ્યું કે, હું પાકિસ્તાનના શ્રમિક સાથીયોનો પણ આભાર માનુ છું જેમણે આટલી ઝડપથી તેમના તરફથી કોરિડોરેને પૂરો કરવામાં મદદ કરી છે.

મોદીએ કહ્યું કે, મારુ સૌભાગ્ય છે કે, આજે હું દેશને કરતારપુર સાહિબ કોરિડોર સમર્પિત કરી રહ્યો છું. જેવી અનુભૂતિ તમને દરેકને ‘કાર સેવા’ સમયે થતી હતી તેવી જ મને અત્યારે થઈ રહી છે. હું તમને દરેકને, સમગ્ર દેશને અને સમગ્ર દુનિયામાં રહેતા શીખ ભાઈ-બહેનોને શુભેચ્છા પાઠવું છું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.