મલાઈકા અરોરા તેના પુત્રને ખૂબ પ્રેમ કરે છે અને જો તેનો પુત્ર દેશમાં હોય તો તે ઘણીવાર તેની માતા સાથે હોય છે. મલાઈકા અને અરહાન ખાન વચ્ચેનું બોન્ડિંગ પણ ખૂબ જ મજબૂત છે અને બંને એકબીજાને ઘણું સન્માન પણ આપે છે જેમાં હાલમાં જ મલાઈકા અરોરાનો એક વીડિયો સામે આવ્યો છે અને જેમાં તે તેના પૂર્વ પતિ એટલે કે અરબાઝ ખાન અને પુત્ર અરહાન સાથે ઉભી છે. વીડિયો જોઈને લાગે છે કે બંને અરહાનને મૂકવા આવ્યા છે.
હાલમાં જ એરપોર્ટ પરથી અરબાઝ ખાન, મલાઈકા અરોરા અને તેમના પુત્ર અરહાન ખાનનો એક વીડિયો સામે આવ્યો છે અને આ વીડિયોમાં બંને પોતાના પુત્ર પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. એવું લાગે છે કે બંને તેમના પુત્ર અરહાનના કારણે સાથે આવ્યા છે. તમને જણાવી દઈએ કે, અરહાન વિદેશમાં પોતાનો અભ્યાસ પૂરો કરી રહ્યો છે અને આ દિવસોમાં તે વેકેશન પર મુંબઈ આવી રહ્યો હતો અને હવે તેનો વીડિયો જોઈને લાગે છે કે તે તેના અભ્યાસ માટે પાછો જઈ રહ્યો છે.
મલાઈકા અરોરા અને અરબાઝ ખાને 1998માં લગ્ન કર્યા હતા. આ એરેન્જ્ડ મેરેજ નહોતા, પરંતુ બંનેએ એકબીજાને સારી રીતે જાણ્યા બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. 5 વર્ષ સુધી ડેટ કર્યા બાદ મલાઈકા અને અરબાઝે એકબીજાને કાયમ સાથે રહેવાનું વચન આપ્યું હતું અને લગ્ન પછી બંને 19 વર્ષ સુધી સાથે રહ્યા પરંતુ પછી તેમના સંબંધો પળવારમાં તૂટી ગયા.
2017માં છૂટાછેડા થયા અને 2018માં સમાચાર આવવા લાગ્યા કે મલાઈકા અને અર્જન કપૂર રિલેશનશિપમાં છે. શરૂઆતમાં તેણે આ સંબંધને છુપાવવાની ઘણી કોશિશ કરી પરંતુ પ્રેમ ક્યારેય છુપાતો નથી અનેબએવું કહેવાય છે કે તેમના પ્રેમની શરૂઆત 2017માં જ થઈ હતી અને એટલે કે અરબાઝ સાથેના સંબંધોનો અંત આવતા જ મલાઈકાના જીવનમાં અર્જુન આવી ગયો હતો. જોકે હવે અરબાઝના જીવનમાં જ્યોર્જિયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.