દેવાર્ક મંદિરઃ સૂર્ય મંદિર જેના દર્શન માત્રથી દૂર થાય છે તમામ સંકટ

આખા દેશમાં સૂર્ય દેવનાં અનેક પ્રસિદ્ધ મંદિર છે. આમ પણ ભારત એક એવો દેશ છે કે જ્યાં આખી દુનિયાના દરેક દેશ કરતાં સૌથી વધારે નાનાં-મોટાં મંદિરો બંધાયેલાં જોવા મળે છે. અહીં દરેક દેવી-દેવતાઓનાં મંદિર છે કે જેના નામ વિશે પણ આપણને ભાગ્યે જ ખબર હોય. મુખ્ય ભગવાનનાં દેવાલય તો ખરાં જ પણ તે સિવાય પણ આપણા દેશમાં અનેક એવાં પણ દેવી-દેવતાઓનાં મંદિર બંધાયાં છે કે જેમનાં નામ વિશે આપણે ભાગ્યે જ જાણતાં હોઈશુ.

જોકે આજે આપણે જે મંદિર વિશે વાત કરવાની છે તે તો ઘણું જ પ્રસિદ્ધ મંદિર છે અને બિહારનાં પ્રખ્યાત મંદિરોમાંનું એક છે. બિહારના રંગાબાદ જિલ્લામાં આવેલા સૂર્યમંદિરનો એક આગવો ઇતિહાસ છે. જ્યારે છઠ્ઠ હોય ત્યારે તો આ મંદિરનું મહત્ત્વ બમણું થઈ જતું હોય છે. બિહારના આ સૂર્યમંદિરનું નામ દેવ મંદિર છે, લોકો તેને દેવાર્ક સૂર્યમંદિરના નામે પણ ઓળખે છે.

સૂર્યમંદિર માટે કહેવાય છે કે તે પૂર્વાભિમુખ જ હોય, જ્યારે દેવાર્ક એ એકમાત્ર એવું મંદિર છે પિૃમાભિમુખ છે. આ મંદિર તેની કલાકૃતિ માટે પણ ખૂબ જાણીતું છે. તેની કલાકૃતિના કારણે તેમજ તેની દિશાના કારણે આ મંદિર કાયમ માટે લોકોમાં, વૈજ્ઞાનિકોમાં, ઇતિહાસકારો માટે, ચોર માટે તેમજ વિદેશીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.