ઘડિયાળ કે અન્ય વસ્તુમાં વપરાતી ખરાબ થઈ ગયેલી બેટરી કંપનીઓ પાછી ખરીદશે, સરકારે કર્યો આ આદેશ…

તમે ઘરમાં ઘડિયાળ કે અને વસ્તુઓ માટે જે બેટરી બગડી ગયા પછી ફેંકી દેતા હતા હવે તેને જે તે કંપની જ પરત ખરીદી લેશે.

તમે ફોન, રિમોટ, ઘડિયાળ અથવા કારની બેટરી (સેલ) નો ઉપયોગ કર્યા પછી તેને ફેંકી દો છો, પણ હવે આવું નહીં થાય અને હવે જે કંપની તેને તૈયાર કરશે તે જ તેને તમારી પાસેથી ખરીદશે. જેનો સીધો ફાયદો ગ્રાહકોને થશે. સરકારે બેટરી મેન્યુફેક્ચરિંગ કંપનીઓને વેસ્ટ મેનેજમેન્ટના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ આપ્યો છે. હવે જો બેટરી ક્ષતિગ્રસ્ત થાય છે, તો તેને સુરક્ષિત રાખવું તમારા માટે વધુ સારું રહેશે. સરકારે આપેલા આદેશમાં બેટરી નિર્માતાઓને ગ્રાહકો પાસેથી ખામીયુક્ત બેટરીઓ એકત્રિત કરવા માટે કહેવામાં આવ્યું છે. આ અંગે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.

કંપનીઓને પણ સરકાર તરફથી તેનું પાલન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. સરકારે આપેલા આદેશમાં બેટરી ઉત્પાદકોને ગ્રાહકો પાસેથી ખામીયુક્ત બેટરીઓ એકત્ર કરવા માટે કહેવામાં આવ્યું છે અને પર્યાવરણ, વન તેમજ જળવાયુ પરિવર્તન મંત્રાલયે પણ આ સંદર્ભે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. સરકારે કંપનીઓને સૂચન કર્યું છે કે કંપનીઓ ખામીયુક્ત બેટરી પાછી મેળવવા માટે બેટરી બાયબેક અથવા ડિપોઝિટ રિફંડ જેવી યોજનાઓ શરૂ કરી શકે છે.

આ પગલાથી સરકાર સર્ક્યુલર ઈકોનોમીને વધારવા માંગે છે. આમ કરવાથી ખરાબ વસ્તુઓને ઓછી કરવામાં મદદ મળશે. સરકારને આશા છે કે આ પગલાથી ખનીજ અને ખાણકામ પર કંપનીઓની નિર્ભરતા ઓછી થશે અને બેટરીની કિંમત (પોર્ટેબલ અથવા ઇવી) પણ ઓછી હશે. રિસાયક્લિંગ માટે કાચા માલનો ઉપયોગ કરવાની સમયમર્યાદા નિશ્ચિત છે. આના પર નજર રાખવા માટે સરકાર એક કમિટી બનાવશે, જે આદેશનું પાલન ન કરવા બદલ દંડ લગાવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.