અમેરિકામાં મોદીના કાર્યક્રમના સ્થળે ભારે વિરોધનું પાકિસ્તાનનું ષડયંત્ર

પાકિસ્તાન દ્વારા સતત આર્ટિકલ 370ની નાબૂદીનો મામલો ઉઠાવવામાં આવી રહ્યો છે. જોકે તેને અમેરિકા સહીતના દેશો દ્વારા પણ કોઇ જ સમર્થન નથી મળી રહ્યું. આ સિૃથતિ વચ્ચે હવે એવા અહેવાલો છે કે અમેરિકામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જે કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે તેમાં પણ પાકિસ્તાન દખલ દેવા જઇ રહ્યું છે. જોકે પાકિસ્તાનના આ મનસુબાની જાણકારી ભારતને થઇ ગઇ છે.  

એવા અહેવાલો છે કે અમેરિકામાં જે સૃથળે મોદીનો કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે ત્યાં પાકિસ્તાન દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી શકે છે. અમેરિકામાં અનેક પાકિસ્તાનીઓ પણ રહે છે જેની મદદથી પાકિસ્તાન ભારત વિરોધી કૃત્ય કરી શકે છે.

પહેલી વખત નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક મંચ પર આવીને જાહેરમાં ભારતીયો અને અમેરિકનને સંબોધશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીય-અમેરિકન લોકો આવી શકે છે. બીજી તરફ અમંરિકા અને ભારત વચ્ચે મિત્રતા વધે તે પ્રકારનો આ કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે ત્યારે પાકિસ્તાન દ્વારા અવળચંડાઇ કરવામાં આવી શકે છે.

એવા અહેવાલો છે કે પાકિસ્તાન હ્યૂસ્ટનમાં મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરી શકે છે. રવિવારે આ વિરોધ પ્રદર્શન અંગેના અનેક મેસેજ પણ વાઇરલ કરવામાં આવ્યા હતા.  ફેસબુક અને વોટ્સએપના માધ્યમથી પાકિસ્તાન અમેરિકામાં જે પાકિસ્તાનીઓ રહે છે તેને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. 

એક ફેસબૂક પેજ પણ આ માટે બનાવવામાં આવ્યું છે જેના માધ્યમથી આ દુષ્પ્રચાર પાકિસ્તાન કરી રહ્યું છે. અગાઉ પાકિસ્તાને કાશ્મીરીઓને ભડકાવવાનો પ્રયાસ કર્યો પણ તેને સફળતા ન મળી બાદમાં આર્ટિકલ 370ને મુસ્લિમો સાથે જોડીને ભારતના મુસ્લિમોને પણ ભડકાવવાનો પ્રયાસ કર્યો. જોકે પાક.ના દરેક હવાતિયા નિષ્ફળ થઇ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.