વડોદરાના વાઘોડિયા રોડ પર સુખધામ સોસાયટીમાં રોકાણકારોને મકાનના દસ્તાવેજ ન કરી આપનાર બિલ્ડર જેલમાં ધકેલાયો

વડોદરાના વાઘોડીયા રોડ વિસ્તારની સુખધામ સોસાયટીમાં મકાન ખરીદનારા રોકાણકારોને મિલ્ક્તનો દસ્તાવેજ નહીં કરી આપનારા બિલ્ડર દર્પણ શાહનું ઈન્ટ્રોગેશન કરવા માટે પોલીસે રજુ કરેલી રીમાન્ડ અરજી કોર્ટે નામંજુર કરી હતી અને રોકાણકારો સાથે લાખો રુપીયાની ઠગાઈ કરનાર વોન્ટેડ બિલ્ડર દર્પણ હરેશ શાહ (રહે. શુક્લનગર, પ્રભાત બસ સ્ટેન્ડ પાસે, વાઘોડીયા રોડ)ની મંગળવારે મોડીરાતે ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ આર.ટી.ઓ. સર્કલ પાસેની મેટ્રોપોલ હોટલમાંથી ધરપકડ કરી હતી તેમજ આ ચકચારી પ્રકરણમાં તપાસ કરવા માટે ઈન્વેસ્ટીગેશન ઓફીસરે ગુરુવારે અદાલત સમક્ષ રીમાન્ડ અરજી રજુ કરી હતી.

આ કેસમાં સહ આરોપી હિરેન બક્ષીને પકડવાનો બાકી છે. બિલ્ડર દર્પણને અત્યાર સુધી કોણે આશરો આપ્યો હતો ? બીજા કેસમાં સંડોવાયેલો છે ? વિગેરે મુદ્દાઓ ઉપર તપાસ કરવા માટે રીમાન્ડની માંગણી કરવામાં આવી હતી. આરોપીના વકીલે બચાવ લીધો હતો કે અરજદારો મકાનમાં રહેવા આવી ગયા છે. દસ્તાવેજનો વિષય દિવાની તકરાર છે. સાત વર્ષ પછી આક્ષેપ કર્યો છે અને બંન્ને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ અદાલતે રીમાન્ડ અરજી નામંજુર કરી હતી અને બિલ્ડર દર્પણને જેલમાં મોકલી આપ્યો હતો.

ઉલ્લેખનિય છે કે, શહેરના વાઘોડીયા રોડ વિસ્તારમાં સુખધામ રેસીડેન્સી નામની સ્કીમ બનાવીને રોકાણકારો પાસેથી મકાનની પુરેપુરી રકમ વસુલીને દસ્તાવેજ નહીં કરી આપનારા ક્રીશ રીયલ્ટીના ભાગેડુ સંચાલક દર્પણ શાહને કાઈમ બ્રાન્ચે અમદાવાદની એક હોટલમાંથી ઝડપી પાડયો હતો. બિલ્ડરને વડોદરા ખાતે લઈ અવાયા બાદ તેની પૂછપરછ શરુ કરવામાં આવી હતી અને બિલ્ડર દર્પણ ગુનાહીત ભુતકાળ ધરાવે છે અગાઉ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેની વિરુધ્ધમાં ૩ ફરીયાદો નોંધાઈ ચુકી છે.

કીશ ઈયલ્ટીના સંચાલક બિલ્ડર દર્પણ હરેશ શાહ તથા તેના ભાગીદારોએ ભેગા મળીને વાઘોડીયા રોડ વિસ્તારમાં સુખધામ રેસીડેન્સી નામની મકાનોની સ્કીમ બનાવી હતી. જે સોસાયટીના મકાનો રોકાણકારોને વેચ્યા હતા. આ પૈકીના કેટલાક ગ્રાહકો એવા હતા કે જેમણે અવેજની પુરેપુરી રકમ ચુકવી દીધી હોવા છતાં વેચાણ દસ્તાવેજ કરી આપ્યા ન હતા અને આ સબંધમાં ભોગ બનનારાએ ગઈ તા.2જી જુલાઈ 2022ના રોજ ક્રાઈમ બ્રાન્ચમાં દર્પલ શાહ અને તેના ભાગીદારો સામે એફ આઈ.આર. નોંધાવી હતી.

બિલ્ડર દર્પણ શાહ લાંબા સમયથી પોલીસને હાથતાળી આપીને ફરાર રહયો હતો. જેને શોધવા માટે ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં હૈદરાબાદ, અમદાવાદ, છોટાઉદેપુર, ક્વાંટ,હાલોલ, નસવાડી, પાવાગઢ વિગેરે સ્થળે તપાસ કરી હતી પરંતુ તેના કોઈ સગડ મળ્યા નહતા જેમાં બિલ્ડર દર્પણ હાલમાં અમદાવાદ આર. ટી.ઓ .સર્કલ પાસેની મેટ્રો પોલ નામની હોટલમાં રોકાયો છે તેવી મળેલી હકીક્તના આધારે કાઈમ બાન્ચના પી આઈ વી.બી. આલની ટીમે 23મીને મંગળવારે મોડીરાતે અમદાવાદની ઉપરોકત હોટલમાં રેડ કરીને વોન્ટેડ બિલ્ડર દર્પણ શાહને ઝડપી પાડયો હતો અને વડોદરા ખાતે લવાયા બાદ માટી પીસીઆર ટેસ્ટની પ્રકીયા પછી તેની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.