ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું અને જાણો શુ કહ્યું???

વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાં રાજીનામું આપી દીધું છે. ગુલામ નબી આઝાદે પાર્ટીની પ્રાથમિક સભ્યતાથી લઈને બધા પદો પરથી રાજીનામું આપી દીધું છે અને ગુલામ નબી આઝાદે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને 5 પાનાંમાં રાજીનામું મોકલ્યું છે. સોનિયા ગાંધીને મોકલવા આવેલા પત્રમાં ગુલામ નબી આઝાદે લખ્યું કે, ભારે અફસોસ સાથે અને ખૂબ જ ભાવુક દિલ સાથે મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી પોતાનો અડધી સદી જૂનો સંબંધ તોડવાનો નિર્ણય લીધો છે.

ગુલામ નબી આઝાદે કહ્યું કે, ભારત જોડો યાત્રાની જગ્યાએ કોંગ્રેસ જોડો યાત્રા કાઢવી જોઈએ અને ગુલામ નબી આઝાદ લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ હતા. તેઓ કોંગ્રેસના નારાજ નેતાઓના G-23 ગ્રુપમાં પણ સામેલ હતા. G-23 ગ્રુપ કોંગ્રેસમાં સતત ઘણા બદલાવની માગણી કરતું રહ્યું છે. આ અગાઉ કોંગ્રેસના વધુ એક વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને તેમને સમાજવાદી પાર્ટી (SP)એ રાજ્યસભામાં પણ મોકલ્યા છે. ગુલામ નબી આઝાદની નારાજગી ત્યારે સામે આવી હતી, જ્યારે તેમને અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવ્યા બાદ થોડા કલાકો બાદ જ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

સોનિયા ગાંધી ઇચ્છતા હતા કે કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરમાં ગુલામ નબી આઝાદના નેતૃત્વમાં ચૂંટણી લડે, એટલે તેમને ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પરંતુ ગુલામ નબી આઝાદે પદ મળ્યાના થોડા કલાકો બાદ જ રાજીનામું આપી દીધું અને ત્યારબાદ તેમને લઈને રાજનૈતિક ગલિયારામાં તમામ અનુમાન લગાવવા આવી રહ્યા હતા.

આ પહેલી વખત નથી, જ્યારે ગુલામ નબી આઝાદ 10 જનપથ એટલે કે સોનિયા ગાંધીની ગુડ લિસ્ટમાંથી બહાર છે. વર્ષ 2008માં જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી પદ પરથી હટ્યા બાદ પણ તેમની કોંગ્રેસના હાઇકમાન સાથે ખટપટ થઈ હતી. જોકે વર્ષ 2009માં આંધ્ર પ્રદેશ કોંગ્રેસમાં વિવાદ બાદ હાઇકમાને ગુલામ નબી આઝાદને સમસ્યાનું સમાધાન કરવાની જવાબદારી આપી હતી. ત્યારબાદ ફરી તેઓ ગુડ લિસ્ટમાં સામેલ થયા અને કેન્દ્રમાં મંત્રી બન્યા અને મળતા રિપોર્ટ્સ મુજબ આ વખત કોંગ્રેસ હાઇકમાન સાથે તેમની સમજૂતી ન થઈ શકી અને આ કારણે તેમણે રાજીનામું આપી દીધું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.