રાજ્યમાં શાસક પક્ષમાં બરાબર ચૂંટણી ટાણે જ બે સિનિયર નેતાઓ પાસેથી મહત્વપૂર્ણ વિભાગો પરત લઇ લેવાયાની અભૂતપૂર્વ ઘટના પછી રાજકીય ગલિયારોમાં શરુ થયેલી ચર્ચા મુજબ હાઈ કમાન્ડ વર્તમાન મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના પરફોમન્સને લઇ અસંતુષ્ટ ન હોઈ તેમના સ્થાને પરષોત્તમ રૂપાલા કે મનસુખ માંડવીયાને નીમવા વિચારી રહ્યું છે અને આ સંભવિત શક્યતા અંગેના સ્થાનિક હેડલાઈન દૈનિકના ફ્રન્ટ પેઝ પર અહેવાલ પ્રસિદ્ધ કરતા હેડલાઈન દૈનિકના પત્રકાર અનિરુદ્ધ નકુમ સામે A ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવતા અખબારી સ્વાતંત્ર્ય પર સેન્સરશીપ સમી તરાપથી સમસ્ત પત્રકાર જગતમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
નિર્ધારિત કાર્યકમાનુસાર તા. 26ને શુક્રવારે સવારે 11:00 કલાકે હોસ્પિટલ ચોક,બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમાએ એકત્ર થઈ પત્રકારો અખબારી સ્વાતંત્ર્ય સામેની જોહુકમીનો સામુહિક વિરોધ કર્યા બાદ અનિરુદ્ધસિંહ નકુમ પત્રકારોના કાફલા સાથે એ ડિવિઝન પોલીસ મથકે સામેથી હાજર થઇ કાનૂનનું પાલન કરશે અને
આગામી સમયમાં પ્રસારણ માધ્યમો જોહુકમીનું અતિક્રમણ અટકાવવા રાજકોટ શહેરના પ્રિન્ટ તેમજ ઈલે.મીડિયાનો સમૂહ પણ શ્રી નકુમનાં સમર્થનમાં રેલીમાં જોડાશે અને એટલું જ નહિ યોગ્ય ન્યાય નહિ મળે તો લોકતાંત્રિક ઢબે આંદોલન ચલાવી વિરોધ કાર્યક્રમો યોજવા પત્રકાર સંગઠીત બની રહયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.