બિપાશા બાસુ હાલ લાઇમલાઇટમાં આવી ગઇ છે. એક સમયે બોલિવૂડમાં સેન્સેશન ગણાતી બિપાશા છેલ્લા ઘણાં સમયથી લાઇમલાઇટથી જોજનો દૂર છે અને અલબત્ત, તે સોશિયલ મીડિયા પર ફોટા શૅર કરે ત્યારે લોકોને તેના વિશે જાણ થાય, બાકી બિપ્સ બોલિવૂડના કોઇ પણ ફંક્શન કે પાર્ટીઝમાં જોવા નથી મળતી. તેનો પતિ કરણ ગ્રોવર પણ એટલો એક્ટિવ નથી અને તેને પણ હાલ ખાસ કામ નથી મળી રહ્યું. જોકે આ કપલને એવી કોઇ ચિંતા નથી. તે બંને જલસાથી પોતાનું જીવન જીવી રહ્યાં છે.
ખેર, હાલ બિપાશા ફરી લાઇમલાઇટમાં આવી તેનું કારણ તેની ગર્ભાવસ્થા છે અને તે પ્રેગ્નન્ટ હોવાની વાત થોડા સમય પહેલાં ઊડી હતી, તે સમયે આ કપલે મગનું નામ મરી નહોતું પાડ્યું, પણ તાજેતરમાં જ આ બંનેએ બિપાશા ગર્ભવતી હોવાની વાત સુંદર ફોટા દ્વારા જાહેર કરી છે. આ ફોટામાં બિપાશાના બેબી બમ્પ સારા એવા દેખાઇ રહ્યાં છે અને પોતાની ગર્ભાવસ્થા આટલા સમય સુધી કેમ છુપાવી રાખી તે અંગે તે કહે છે કે મેં અને કરણે નક્કી કર્યું હતું કે ખરેખર અમને અંદરથી એવું થાય કે હવે આ વાત જાહેર કરવી છે ત્યારે જ અમે બહાર જણાવીશું. હું અમુક અંશે જુનવાણી વિચારો ધરાવું છું. બીજી વાત કે હવે મારી અંદર ઘણા બદલાવ આવ્યા છે. હવે હું પહેલાંની માફક મીડિયા પર્સન નથી રહી. ખબર નહીં કેમ પણ મને પાર્ટી, મીડિયા અને બીજી લાઇમલાઇટથી દૂર રહેવું ગમે છે. હા, હું બ્રાન્ડ એન્ડોર્સમેન્ટનું કામ કરું છું, પણ આ કામ નાના પાયે જ હોય છે. મને હવે પરિવાર સાથે સમય પસાર કરવો વધારે ગમે છે. મને હવે પહેલાંની માફક લાઇમલાઇટમાં આવવું નથી ગમતું.
મારી અંદર આ બદલાવ મનથી જ આવ્યો છે અને ગર્ભાવસ્થા પહેલાંનો આવ્યો છે. મને ઘણા લોકો હું હવે ફિલ્મો કેમ નથી કરતી તે વિશે પૂછી રહ્યાં છે. ઘણી ઓફર પણ આવે છે. હવે તો ડિજિટલ પ્લેટફોર્મ પણ ઘણું સારું કામ કરી રહ્યું છે પણ હમણાં મને કોઇ કામ નહોતું કરવું. આ મેં મારા પાસ્ટના સંબંધો તૂટ્યા બાદ તરત નક્કી કરી લીધું હતું. હું એક વાતે શ્યોર હતી કે મેં ભૂતકાળમાં જે ભૂલો કરી છે તે લગ્ન બાદ નથી કરવી અને હું મારી મમ્મીને મારી આઇડિયલ માનું છું. તેણે જે રીતે અમને, પિતાને અને અમારા ઘરને સાચવ્યું છે હું એ જ રીતે મારા પરિવારને માવજતથી રાખવા માંગતી હતી. બસ. આ કારણે જ હું લાઇમલાઇટથી દૂર છું. વૅલ, એક સમયની સેક્સ બોમ્બ ગણાતી બિપાશા હાલ પ્રેમાળ અને સાદું જીવન જીવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.