Description
ખેડૂતોને આર્થિક રીતે સશક્ત કરવા માટે ચલાવામાં આવી રહેલી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો 12મો હપ્તો હવે ખેડૂતોના ખાતામાં આવશે
News Detail
સરકારે પીએમ કિસાનમાં કેવાયસી કરવાનો કેટલાય મોકો ખેડૂતોના આપ્યા છે. તેની પ્રથમ લાસ્ટ ડેટ 31 જૂલાઈ હતી. જેને સરકારે લંબાવીને 31 ઓગસ્ટ કરી દીધી હતી. સરકારનું ઈ કેવાયસી ફરજિયાત ઉદ્દેશ્યથી છેતરપીંડી રોકવાનો છે. અહીં ઉલ્લેખનીય છે કે, લોકો નકલી દસ્તાવેજોના સહારે આ યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે. કેવાઈસીથી સરકાર એવા ખેડૂતોને શોધ કરી છે, જે વાસ્તવમાં આ યોજનાનો લાભ ઉઠાવવા માટે પાત્રતા ધરાવે છે.
KYC ઓનલાઈન કરી શકાય છે
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતો KYC પ્રક્રિયા ઓનલાઈન કરી શકે છે. આ બે રીતે કરી શકાય છે. ખેડૂતો તેમના સ્માર્ટફોનથી ઘરે બેઠા OTP આધારિત રીતે KYC કરી શકે છે. અથવા તેઓ તેમના નજીકના કોમન સર્વિસ સેન્ટર પર બાયોમેટ્રિક કેવાયસી કરાવી શકે છે. જો ખેડૂતો પોતે OTP દ્વારા KYC પ્રક્રિયા પૂર્ણ કરે છે, તો તેમની પાસેથી કોઈ પૈસા લેવામાં આવશે નહીં. જો તેઓ કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈને KYC કરાવે છે, તો તેમણે આ માટે કેટલીક ફી ચૂકવવી પડશે.
ઘરે બેઠા આવી રીતે કરો કેવાઈસી
ઘરે બેઠા સ્માર્ટફોનમાંથી કિસાન પીએમ કિસાન માટે ફરજિયાત ઈ કેવાયસી પુરુ કરવા માટે કિસાન મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક્ડ હોવો જોઈએ. રજિસ્ટર્જ મોબાઈલ નંબર પર જ ઓટીપી આવશે. જેનાથી આપનું ઈ કેવાયસી પ્રક્રિયા પુરી થઈ શકશે.
- PM કિસાન વેબસાઇટ https://pmkisan.gov.in/ ની મુલાકાત લો.
- પછી ‘ફાર્મર કોર્નર’ હેઠળ ઇ-કેવાયસી ટેબ પર ક્લિક કરો.
- એક નવું પેજ ખુલશે, ત્યાં આધાર નંબર નાખો અને સર્ચ ટેબ પર ક્લિક કરો.
- તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે.
- સબમિટ OTP પર ક્લિક કરો અને OTP દાખલ કરીને સબમિટ કરો.
- તમારી ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.