ભાદરવી અમાસ પર્વએ પિતૃને પાણી ચડાવવા વતન જઈ રહેલ સુરતના પરિવારને અકસ્માત નડયો

સુરતનો પરિવાર પોતાની કાર લઈ ભાદરવી અમાસ પર્વએ પિતૃને પાણી ચડાવવા પોતાના વતન સાવરકુંડલા જઈ રહ્યો હતો. તે વેળાએ વલ્લભીપુરના ઉમરાળા રોડ ઉપર સવારે કાર ખાળીયામાં ઉતરી ઝાડ સાથે ધડાકાભેર અથડાતા દુર્ઘટના સર્જાવા પામી હતી. જેમા એક યુવાનનું મોત નિપજવા પામ્યુ હતું. જ્યારે પતિ-પત્ની અને બે બાળકોને ઈજા પહોંચતા ભાવનગર સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવને લઈ ભારે અરેરાટી સાથે આઘાત છવાઈ જવા પામ્યો હતો.બનાવની જાણવા મળતી વિગતો અનુસાર અમરેલીના સાવરકુંડલાના વતની અને હાલ સુરત સ્થાઈ થયેલ યોગશભાઈ જયંતીભાઈ ગોહેલ તેમજ તેના મોટાભાઈ સંજયભાઈ જયંતીભાઈ ગોહેલ તેમના પત્ની કાજલબેન, સંજયભાઈના પુત્ર પ્રીન્સ અને રૂદ્ર સહીત પાંચેય ગઈકાલે સુરતથી નિકળી પોતાના વતન સાવરકુંડલા ભાદરવી અમાસ નિમીતે પિતૃને પાણી પાવા માટે અલ્ટો કાર નંબર જીજે. ૦૫.જેએસ-૦૮૦૨ લઈ નિકળ્યા હતા. તે વેળાએ આજે સવારે ૭.૩૦ કલાકના અરસા દરમિયાન વલ્લભીપુરથી ઉમરાળા રોડ ઉપર પહોંચતા સંજયભાઈએ કાર પુરપાટ ઝડપે અને બેફીકરાઈ પુર્વક ચલાવી કાર પરનો સ્ટેરીંગ કન્ટ્રોલ ગુમાવતા કાર ખાળીયામાં ઉતરી જઈ ઝાડ સાથે ધડાકાભેર અથડાતા કારમાં સવાર યોગેશભાઈને ગંભીર ઈજા પહોંચાત તાત્કાલીક સારવાર અર્થે વલ્લભીપુર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
જ્યા ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. જ્યારે તેઓના મોટાભાઈ સંજયભાઈ તેમના પત્ની કાજલબેન અને બન્ને બાળકોને નાની મોટી ઈજા પહોંચતા તમામને ભાવનગર સર ટી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઉક્ત ગોજારી દુર્ઘટના અનુસંધાને મૃતક યોગેશભાઈના બનેવી વિરેનભાઈ મનહરલાલ જેઠવા (રે. ઓમનગર સોસાયટી, અમરેલી)એ વલ્લભીપુર પોલીસ મથકમાં કાર ચાલક સંજય જયંતીભાઈ ગોહેલ સામે ફરીયાદ આપતા પોલીસે આઈપીસી. ૧૭૯, ૩૦૪(અ), ૩૩૭, ૩૩૮, તેમજ મોટર વાહન અધીનીયમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.