47 વાહન ચોરીના ગુન્હાનો કુખ્યાત સંજય ઉર્ફે લાલા બજાણીયાને ચોરીની ઇકો સાથે મેઘરજ પોલીસે દબોચ્યો

ગુજરાતમાં વાહનચોરીની ઘટનાઓ સામાન્ય બની રહી હોય તેમ દરરોજ વાહન ચોરીના કીસ્સા વધી રહ્યા છે મેઘરજ પોલીસે 47 જેટલા વાહનચોરીના ગુન્હામાં સંડોવાયેલ પ્રાંતિજ રાસલોદના રીઢા વાહનચોર સંજય ઉર્ફે લાલો બજાણીયાને અમદાવાદના વેજલપુરમાંથી ચોરી કરી ઇકો કારમાં શ્રમિકોના ફેરા મારતો દબોચી લઇ અમદાવાદ પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી

મેઘરજ પીએસઆઈ શિલ્પા પરમાર અને તેમની ટીમે મેઘરજ નગરમાં રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરતા એક શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી ઇકો કારને અટકાવી કાર ચાલક સંજય ઉર્ફ લાલો જગદીશ બજાણિયા (રહે, રાસલોદ-પ્રાંતિજ, સાબરકાંઠા)ની સઘન પૂછપરછ કરતા ઇકો કાર એક મહિના અગાઉ અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી ચોરી કરી સીમલવાડા થી ધનસુરા ક્વોરીમાં મજૂરી કરતા શ્રમિકોના ફેરા મારતો હોવાનું જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને ઇકો કાર ચાલકની અટકાયત કરી અમદાવાદ પોલીસને સુપ્રત કરવા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
મેઘરજ પોલીસ સબ ઇન્સ્પેકટર શિલ્પા પરમાર ના જણાવ્યા અનુસાર વાહન ચેકીંગમાં ચોરીની ઇકો કાર સાથે પકડાયેલ શખ્સ 47 વાહનોની ચોરીને રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં અંજામ આપી ચુક્યો છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.