સુરત ક્રાઈમ બ્રાન્ચ ના સંબંધિત સૂત્રો પાસેથી મળતી પ્રાપ્ત વિગતો અનુસાર સુરત ક્રાઈમ બ્રાન્ચ ને અંગત બાતમીદાર રાહે બાતમી હકીકત મળેલ હોય કે સુરતના રિંગ રોડ વિસ્તારથી સરદાર માર્કેટ જવાના રોડ પર મહારાષ્ટ્ર થી ગુજરાતમાં આવી પહોંચેલી બે મહિલાઓ પાસે ડ્રગ્સ નો જથ્થો મોટા પ્રમાણમાં છે
એ બાતમી આધારે બાતમી વાળી જગ્યા પર પોલીસે વોચ ગોઠવતા બંને મહિલાઓ ઝડપાઈ ગયેલ હોય બંને મહિલાઓને અટકાયત કરી તેઓના નામ પૂછી તેઓની બેગમાં તપાસ કરવામાં આવતા તેમની બેગમાંથી મોટા પ્રમાણમાં એમડી ડ્રગ્સ મળી આવેલ હોય
જે એમની કિંમત 20 લાખ 90 હજાર હોય છે કબજે કરી બંને મહિલાઓની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
ઉલ્લેખનીય છે કે સુરત ક્રાઈમબ્રાન્ચે માહિતીના આધારે રેલ્વે મારફતે મહારાષ્ટ્રથી ગુજરાતમાં ડ્રગ્સ લઈને આવેલી બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે.અનેક વખત પોલીસની બાજ નજરના કારણે પેડલર્સને ડ્રગ્સ સાથે પકડી પાડવામાં આવતા હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.