આ બનાવની મળતી માહિતી પ્રમાણે, શહેરમાં હિટ એન્ડ રનના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર આવી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં શાહીબાગમાં દિપકકુમાર પ્રજાપતિ વહેલી સવારે નોકરી પર જઈ રહ્યા હતા. તે વેળા કોઈનો ફોન આવ્યો કે તમારા પિતાજીનો અક્સમાત થયો છે અને તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જેથી તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમને જાણવા મળ્યું હતું કે, સવારના સમયે પિતા તેમના મિત્ર સાથે સરખેજ સાણંદ સર્કલથી શાંતિપુરા સર્કલ તરફ ચાલતા જઈ રહ્યા હતા.
તેઓ ચાલતા જઈ રહ્યા હતા તે વેળા એક આઈસર ચાલક બેફામ ગાડી ચલાવી આવી રહ્યો હતો. તેણે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા તમારા પિતાને અડફેટે લીધી હતા. સારવાર દરમિયાન તેઓના પિતાનું નિધન થયું હતું. આ અંગે પોલીસે ફરાર આઈસર ચાલક સામે ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરવા માટે ચક્રોગતિમાન હાથ ધર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.