ટીવી ડિબેટમાં ભલભલા નેતાઓ અને અધિકારીઓને પોતાના લોકપ્રિય શોમાં પરસેવો વાળી દેનાર ઈસુદાન ગઢવી સી.આર.પાટીલના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બનવા પર ખુબ આક્રમક પ્રતિક્રિયા આપી રહ્યાાં છે. ઈસુદાન ગઢવીના મતે ભાજપના નેતાઓએ ડુબી મરવુ જોઈએ. સાડા છ કરોડ ગુજરાતીમાંથી એક પણ પ્રદેશ અધ્યક્ષ બનાવા માટે ગુજરાતી ન મળે તે ખરેખર ભાજપ માટે શરમજનક કહેવાય. ઈસુદાન ગઢવીએ આગળ જણાવ્યું કે હુ અંગત રીતે એવા અનેક ભાજપના મોટા નેતાઓને ઓળખુ છું અને મને તેમણે રુબરુમાં કહ્યુંં છે કે અમને પણ સી.આર.પાટીલ પસંદ નથી પરંતુ ટીકિટ કપાઈ જવાના ડરે અમે કશુ બોલી શકતા નથી. મહારષ્ટ્ર ભાજપના અધ્યક્ષ પાટલી છે તે બરાબર છે, પરંતુ ગુજરાત ભાજપના અધ્યક્ષ તો કોઈ ગુજરાતી જ હોવા જોઈએ.
ગુજરાતી વાંચતા લખતા જેમને આવડતુ હશે તેમણે કાકા સાહેબ કાલેલકરનુ નામ ચોક્કસ સાંભળ્યુ જ હશે. અટકની પાછળ કર આવે એટલે આપણે સમજી જઈએકે આ આપણા પાડોશી મહારાષ્ટ્રના મુળ રહેવાસી હશે. લતા મંગેશકર, સચીન તેન્ડુલકર અને કાકા સાહેબ કાલેલકર. પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે પોતાના મુળ વતન કરતા પોતાની કર્મભુમીમાં વધુ યોગદાન આપતા હોય છે. અને કેટલાક તો સવાઈ બની રહે છે.
કાકા સાહેબ કાલેલકરને સવાઈ ગુજરાતી કહેતા. સવાઈ ગુજરાતી એટલે ગુજરાતી કરતા પણ વધુ ગુજરાતી. ભાષા પરની પક્કડ, રહેણી કહેણી એ બધી બાબતોમાં કોઈ ગુજરાતીને પણ ટપી જાય એ સવાઈ ગુજરાતી.
કાકા સાહેબ કાલેલકર પછી ગુજરાતમાં ધણા પ્રદેશના લોકો અહિયા વસી ગયા. કોઈ એક પેઢીથી તો કોઈ અનેક પેઢીઓથી. માત્ર તેમની અટક પરથી ખબર પડે કે આ મહાશય મુળ ગુજરાતી નહી હોય.
અરવિંદ કેજરીવાલે એક ટ્વીટ કરી સમગ્ર ગુજરાતી સમાજને બત્તી પકડાવવાનો પ્રયાસ કર્યો. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે એક મહારાષ્ટ્રીયને રાખવામાં આવ્યા છે, જે ગુજરાતીઓનુ અપમાન છે, તો અરવિંદભાઈ સાંભળો, ગુજરાતમાં અનેક મહારાષ્ટ્રીયનો સવાઈ ગુજરાતી તરીકે ઓળખાય છે. એટલે ચૂંટણી પહેલા તમારો આ દાવ સફળ નહી થાય, સી.આર. પાટીલને ગુજરાતના લોકો અને ભાજપના કાર્યકરો સવાઈ ગુજરાતી માને છે.
હાલ ટીવીનાઈન ગુજરાતીના ચેનલ હેડ કલ્પક કેકરે અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ, ગુજરાતી tv મીડિયાના જાણીતા પત્રકાર હરીશ ગુજજર અને ndtv. ના પૂર્વ રિપોર્ટર મનિષ પાનવાલા જેવા અનેક સવાઈ ગુજરાતી ઓ વસે છે. કલ્પક કેકરે કોઈ પણ ગુજરાતી કરતા વધારે ગુજરાતી વાંચે છે. અમદાવાદમાં રહેતા કોઈ પણ ગુજરાતી જેટલુ સારુ ગુજરાતી ભાષાનુ જ્ઞાન ધરાવે છે. લપ શબ્દ અમદાવાદમાં ભાગ્યેજ કોઈ બોલતુ હશે પરંતુ કલ્પક કેકરે કોઈ સ્ટોરી બાબતમાં ટકોર કરીને કહી દે કે રહેવા દો યાર, આ લપ છે. મનિષ પાનવાલા અને હરિશ ગુજ્જર કોઈ પણ કાઠિયાવાડી કરતા વધુ સિંહ પ્રેમી છે. તેમનુ સૌથી ફેવરીટ ભોજન કાજુ ગાંઠિયાનુ શાક અને બાજરાના રોટલા છે.
એવી જ રીતે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ પણ સવાઈ ગુજરાતી છે. ગુજરાતી ભાષા પરની પક્કડ, સાહિત્યનો અભ્યાસ અને ખાસ કરીને ગુજરાતીની તમામ લાક્ષણીકતાઓ સી.આર.પાટલીમાં છે. એટલે જે સી.આર.પાટીલને સવાઈ ગુજરાતી કહેવામાં અતિશ્યોક્તી નથી. પાટીલ સાહેબ ગુજરાતી કરતા પાક્કા ગુજરાતી છે. તેમનો સ્વભાવ, તેમના ગમા-અણગમા પણ ગુજરાતી છે. કોઈ પણ સામાન્ય ગુજરાતીના તમામ લક્ષણો સી.આર.પાટીલમાં જોવા મળી રહ્યાં છે.
તાજેતરમાં ગુજરાતમાં માલધારીનો પ્રશ્ન આવ્યો, સરકારે વિધાનસભામાં ખરડો પસાર કરાવ્યો પરંતુ માલધારીઓ સાથે ધરોબો ધરાવતા સી.આર.પાટીલ તુરંત સમજી ગયા કે આ મુદ્દે સરકારે થોડો ફેરવિચાર કરવો રહ્યો નહી તો માલધારીઓ પશુપાલનના બદલે કોર્ટ કચેરી અને પોલિસના ચક્કરમાં પડી જશે.
સી.આર.પાટીલ સાહેબની બીજી વિશેષતા એટલે સાવ છેવાડાના માનવી પ્રત્યેની તેમની સંવેદના. જ્યારે તેમને ગુજરાત ભાજપના પ્રમુખ બનાવવામાં આવ્યા ત્યારે કેટલાક લોકોને એવી શંકા હતી કે પાટીલ સાહેબને ગુજરાતના સામાન્ય માણસના પ્રશ્નો અથવા તો કાર્યકરોની મુશ્કેલી નહી સમજી શકે, પરંતુ તેમના આવ્યા બાદ કાર્યકરોમાં એક અનેરો ઉત્સાહ વધ્યો. મોટા ભાગના કાર્યકરો એવુ સ્વીકારે છે કે પાટીલસાહેબના આવ્યા બાદ સંગઠન વધુ સક્રિય બન્યુ છે. તેમનુ પરિણામ તેઓ બે વખત મેળવી ચુક્યા છે. પ્રથમ ગુજરાતની આઠ વિધાનસભાની બેઠકો. આ તમામ બેઠકો કોંગ્રેસનો ગઢ હતી, કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ છોડી ભાજપમાં જોડાયા હતા. એન્ટીઈન્કબન્સી અને પક્ષપલ્ટાની ભીતી વચ્ચે પાટીલે પોતાની આગવી સુઝબુઝથી તમામ આઠ બેઠકો જીતી બતાવી.
ત્યાર બાદ સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં તો સી.આર.પાટીલ નામનુ ગુજરાતી બુલડોઝર એવી ફરી વળ્યુ કે કોંગ્રેસીઓ ગોત્યા ના જડ્યા. તમામ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતો પર ભાજપે વિજય પતાકા લહેરાવી દીધા. અને તેનો શ્રેય મોદીના નામ અને પાટીલના કામને ફાળે ગયો.
સી.આર.પાટીલે ગુજરાત ભાજપનો ચાર્જ સંભાળ્યા બાદ એવો હૂંકાર કર્યો હતો કે આગામી વિધાનસભામાં બધી જ એટલે કે 182 બેઠકો ભાજપ જીતી બતાવશે. પાટીલે કાર્યકરો અને સંગઠનના પદાધીકારીઓને આહ્વાન કર્યુ કે કોઈ પણ સંજોગોમાં 182 બેઠકો જીતવાનો પ્રયાસ કરો. પહેલા પહેલા આ માત્ર એક હિન્દી ભાષામાં કહે છે તેમ ચૂનાવી જુમલા લાગ્યો. પરંતુ હવે એવુ લાગે છે કે કદાચ પાટીલ સાહેબનુ સ્વપ્ન સીધ્ધ થઈ જશે. 182 જીતવાના લક્ષ્ય સાથે જે રીતે કાર્યકરો, નેતાઓ મચી પડ્યા છે તે જોતા લાગે છે કે સી.આર.પાટીલ પોતાનુ બોલેલુ કરી બતાવશે. જો તમામ અથવા તો મોટા ભાગની બેઠકો જીતી જશે તો એ ઈતિહાસ સર્જાશે.
એટલે અરવિંદભાઈ કેજરીવાલાજી. ગુજરાતની જનતા સી.આર.પાટીલને દિલ ખોલીને પ્રેમ કરે છે. જો વિશ્વાસ ન આવતો હોય તો તેમની રક્ત તુલા, તેમના સન્માનના કાર્યક્રમો વગેરે જોઈ લેશો.
સી.આર. પાટીલની કાબેલિયત, સંગઠન માટે ની નિષ્ઠા અને સામાન્યજનની સુખાકારી માટે તેમણે કરેલા કાર્યો પર ચૂંટણી લડવી જોઈએ, અરવિંદભાઈ. તેઓ મુળ મહારાષ્ટ્રીયન છે કે ગુજરાતી કે રાજસ્થાની વગેરે જેવી બાબતોની ચર્ચા કરી તમે પ્રાંતવાદને પ્રોત્સાહન આપી રહ્યાં છો. અને છેલ્લે અરવિંદભાઈને એ પણ પુછવાનુ કે શું તમે દિલ્હીના છો…તો કેવી રીતે દિલ્હીના મુખ્યપ્રધાન બની ગયા..
અરવિંદ કેજરીવાલની ટ્વીટ પર આ આર્ટીકલ લખતા પહેલા મે ભાજપ, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીના નેતાઓને તેમના ટ્વીટ પર પ્રતિક્રિયા જાણી, આ રહી તેમનો મત
નારણભાઈ કાછડિયા-સાંસદ-અમરેલી-ભાજપ
નારણ કાછડિયા કહે છે કે સી.આર.પાટીલ ઓગણીસો સાઠ પહેલાથી ગુજરાતમાં રહે છે, એટલે કે તેઓ જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર એક હતુ ત્યારથી અહિયા વસવાટ કરે છે. એટલે કે જ્યારે મહાગુજરાત રાજ્ય હતુ ત્યારનુ. અનેક મરાઠી પરિવાર ગુજરાતમાં વસવાટ કરતા હતા, તો અનેક ગુજરાતી પરિવાર મહારાષ્ટ્રમાં વસવાટ કરતા હતા અને કરે છે. સી.આર.પાટીલ સવાઈ ગુજરાતી છે અને અરવિંદ કેજરીવાલ કોઈ પણ ભોગે ગુજરાતમાં પ્રાંતવાદ, જ્ઞાતીવાદ કરવા માંગે છે.
કૌષિક વેકરીયા-પ્રમુખ-જીલ્લા ભાજપ પ્રમુખ
અરવિંદ કેજરીવાલના કારણે પંજાબના શું હાલ થયા છે તે આપણે ટીવી પર જોઈએ છીએ. હજુ તો સત્તા હાથમાં આવ્યાને છ મહિના નથી થયા ત્યાં પંજાબમાં લુંટફાટ, કાપા કાપી અને પાકિસ્તાન પ્રેરીત ખાલીસ્તાનીઓને છુટ્ટો દોર મળી ગયો છે. એટલે અરવિંદ કેજરીવાલે ગુજરાત ભાજપ કે ગુજરાતની કોઈ પંચાત કરવાની જરુર નથી.
રાજભા ગોહિલ-ઉદ્યોગપતિ અને ભાજપ અગ્રણી, મહુવા-
રાજભા ગોહિલ અરવિંદ કેજરીવાલના ટ્વિટ પર ખૂબ ગુસ્સે ભરાયેલ છે. રાજભાના મતે ગુજરાત એ મીની ભારત છે. જેમ ગુજરાતી દેશ વિદેશમાં જઈ ધંધા ઉદ્યોગો સ્થાપે છે,કેટલાક દેશોમાં ગુજરાતી સંસદ સભ્ય છે તો ત્યારે કોઈ તેમનો વિરોધ નથી કરતા, તો ગુજરાતમાં ગુજરાતના પનોતા પુત્ર સી.આર. પાટીલ ભાજપ અધ્યક્ષ બને તેમાં કેજરીવાલના પેટ માં કેમ તેલ રેડાય છે. સી.આર. પાટીલ ગુજરાતી જ છે . તેમની કર્મ ભૂમિ, જન્મ ભૂમિ ગુજરાત છે એટલે કેજરીવાલે ગુજરાતની ચિંતા કરવાના બદલે દિલ્હીના શાસન પર ધ્યાન આપે.
ડો.ભરત કાનાબાર- પ્રભારી, ભાજપ-ભાવનગર
ડો કાનાબાર નરેન્દ્ર મોદીના કેટલાક સૌથી નજીકના કાર્યકર ગણાય છે. અરવિંદ કેજરીવાલની ટ્વિટ પર સૌથી પહેલી પ્રતિક્રિયા એમણે આપી હતી ડો કાનાબાર કહે છે કે પાટીલ ને નોન ગુજરાતી કહેવું એ ગુજરાતી પ્રજાનું અપમાન છે. જે ને ગુજરાતના લોકોએ ત્રણ-ત્રણ વખત સંસદમાં પોતાના પ્રતિનિધિ તરીકે મોકલ્યા છે એ માણસને બિન ગુજરાતી કહી કરજરીવાલ પોતાની રાજકીય અપરિપકતાનો પરિચય આપ્યો છે
પ્રતાપ દુધાત-ધારાસભ્ય સાવરકુંડલા-કોંગ્રેસ
પ્રતાપ દુધાત પોતાની આગવી આક્રમક શૈલીમાં કહે છે કે પહેલા તો અરવિંદ કેજરીવાલની આઈડીયોલોજી શું છે તે જ સમજાતુ નથી. કોંગ્રેસ કે ભાજપની વિચારધારની સૌને ખબર છે, પરંતુ આ માણસની કઈ વિચારધારા છે તે સમજની બહાર છે. બીજુ તેઓ ગુજરાતમાં આવ્યા છે કોંગ્રેસને હરાવવા અને ભાજપની બી ટીમ તરીકે. એટલે અરવિંદ કેજરીવાલ રાષ્ટ્ર વિરોધી ટીપ્પણી કરવા માટે પ્રસિધ્ધ છે. અહિયા પણ તે એજ કરી રહ્યાં છે.
વિરજી ઠુમ્મર-ધારાસભ્ય-કોંગ્રેસ
વિરજીભાઈ તો આપ કે અરવિંદ કેજરીવાલ પર કોઈ ટીપ્પણી કરવાનો જ ઈન્કાર કરી દીધો.
ગોપાલ ઈટાલિયા-પ્રદેશ અધ્યક્ષ-આપ.
વારંવાર ટેલિફોન કરવા છતા તેઓ વ્યસ્તતાના કારણે જવાબ આપી શક્યા નથી.
ઈસુદાન ગઢવી-આપનો સૌથી પ્રસિધ્ધ ચહેરો, જાણીતા ટીવી જર્નલીસ્ટ અને એંકર
ટીવી ડિબેટમાં ભલભલા નેતાઓ અને અધિકારીઓને પોતાના લોકપ્રિય શોમાં પરસેવો વાળી દેનાર ઈસુદાન ગઢવી સી.આર.પાટીલના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બનવા પર ખુબ આક્રમક પ્રતિક્રિયા આપી રહ્યાાં છે. ઈસુદાન ગઢવીના મતે ભાજપના નેતાઓએ ડુબી મરવુ જોઈએ. સાડા છ કરોડ ગુજરાતીમાંથી એક પણ પ્રદેશ અધ્યક્ષ બનાવા માટે ગુજરાતી ન મળે તે ખરેખર ભાજપ માટે શરમજનક કહેવાય. ઈસુદાન ગઢવીએ આગળ જણાવ્યું કે હુ અંગત રીતે એવા અનેક ભાજપના મોટા નેતાઓને ઓળખુ છું અને મને તેમણે રુબરુમાં કહ્યુંં છે કે અમને પણ સી.આર.પાટીલ પસંદ નથી પરંતુ ટીકિટ કપાઈ જવાના ડરે અમે કશુ બોલી શકતા નથી. મહારષ્ટ્ર ભાજપના અધ્યક્ષ પાટલી છે તે બરાબર છે, પરંતુ ગુજરાત ભાજપના અધ્યક્ષ તો કોઈ ગુજરાતી જ હોવા જોઈએ
.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.