સપ્ટેમ્બર માસનું પ્રથમ સપ્તાહ પણ ભાવનગર શહેર-જિલ્લામાં વરસાદ વગરનું વિતી ગયું છે. છેલ્લાં 17 દિવસથી ભાવનગર શહેર કે જિલ્લામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. ભાદરવાના એક પછી એક દિવસો વગર વરસાદે પસાર થઇ રહ્યાં છે .હવે ચોમાસુ સિઝનને ત્રણેક સપ્તાહનો સમય બાકી છે ત્યારે હવે જો ગોહિલવાડ પંથકમાં હવે જો મેઘરાજા મહેરબાન નહીં થાય તો જિલ્લામાં એવરેજ વરસાદમાં 29 ટકાની ઘટ રહી જશે જ્યારે ભાવનગર શહેરમાં વરસાદમાં 38 ટકાની ઘટ રહી જશે. તો ઘોઘામાં સૌથી વધુ 59 ટકાની ઘટ રહી જશે.જો મેઘમહેર નહીં થાય તો વરસાદમાં 29 ટકાની ઘટ છેલ્લા 17 દિવસથી મેઘરાજાના રિસામણાથી ભાવનગર શહેરમાં વરસાદમાં 38 ટકાની ઘટ ભાવનગર જિલ્લામાં વરસાદની વાર્ષિક સરેરાશ 617 મી.મી. સામે હજી 436 મી.મી. જ વરસાદ વરસ્યો સપ્ટેમ્બર માસનું પ્રથમ સપ્તાહ પણ ભાવનગર શહેર-જિલ્લામાં વરસાદ વગરનું વિતી ગયું છે. છેલ્લાં 17 દિવસથી ભાવનગર શહેર કે જિલ્લામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. ભાદરવાના એક પછી એક દિવસો વગર વરસાદે પસાર થઇ રહ્યાં છે .હવે ચોમાસુ સિઝનને ત્રણેક સપ્તાહનો સમય બાકી છે
ત્યારે હવે જો ગોહિલવાડ પંથકમાં હવે જો મેઘરાજા મહેરબાન નહીં થાય તો જિલ્લામાં એવરેજ વરસાદમાં 29 ટકાની ઘટ રહી જશે જ્યારે ભાવનગર શહેરમાં વરસાદમાં 38 ટકાની ઘટ રહી જશે. તો ઘોઘામાં સૌથી વધુ 59 ટકાની ઘટ રહી જશે. ભાવનગર જિલ્લામાં સરેરાશ વાર્ષિક વરસાદ 617 મી.મી. છે તેની સામે આજ સુધીમાં જિલ્લામાં 436 મી.મી. જ વરસાદ વરસ્યો છે. આમ હજી વરસાદમાં 181 મી.મી.ની ઘટ છે. ત્યારે હવે ચોમાસામાં તત્કાલ સારા વરસાદની જરૂર છે. ભાવનગર જિલ્લામાં ગત ઓગસ્ટમાં 20 તારીખ બાદ નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. શ્રાવણના અંતે અને ભાદરવામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી. હાલ એક પછી એક દિવસ કોરાધાકોડ પસાર થઇ રહ્યાં છે. ગત વર્ષે પાછોતરા વરસાદે રંગ રાખ્યો હતો તેમ આ વર્ષે પણ ધોધમાર વરસાદનો રાઉન્ડ વરસી જાય તો વાંધો નહીં આવે. અન્યથા ભાવનગર જિલ્લામાં વરસાદમાં ઘટ રહી જશે. બાકી ગુજરાત રાજ્યમાં તો આ વર્ષે એવરેજ વરસાદ 100 ટકાથી વધી ગયો છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે ખાસ કરીને ઘોઘા અને જેસરમાં વરસાદની સ્થિતિ સૌથી ખરાબ છે અને આ બન્ને તાલુકામાં વરસનો 45 ટકા વરસાદ પણ વરસ્યો નથી. એટલે કે આ બન્ને તાલુકામાં હજી વરસ્યો તેનાથી વધુ વરસાદ વરસે તો સિઝનનો 100 ટકા વરસાદ થાય. વરસાદમાં સૌથી સારી સ્થિતિ મહુવા તાલુકાની છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.