હાઇવે ઉપર કેળા ભરેલા ટ્રકનું ટાયર ફાટતા અકસ્માત કેળા હાઇવે ઉપર વિખેરાયા

અકસ્માતમાં હાઇવે ઉપર 5200 ટન કેળા વિખેરાઈ ગયા હતા. જેને લઈને મુંબઈ તરફ જતા ટ્રેક ઉપર વાહન વ્યવહાર અસરગ્રસ્ત બન્યો હતો. ઘટનાની જાણ પારડી પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે મળતી વિગતો મુજબ સુરતથી કેળા ભરી ને સેલવાસ જઈ રહેલા ટ્રક નંબર DN 09 F 9862નું પારડી નજીક નેશનલ હાઇવે ઉપર અચાનક પાછળનું ટાયર ફાટી ગયું હતું. જેને લઈને ટ્રક ચાલકે ટ્રકને હાઇવે ઉપર રસ્તાની સાઈડ માં લાવીને ફાટી ગયેલું ટાયર બદલવાની કામગીરી શરૂ કરી હતી. જે દરમ્યાન મુંબઈ જતી ટ્રેક ઉપર પાછળથી બેફિકરાઈ પૂર્વક આવતા કન્ટેનર નંબર MH 46AR 5041ના ચાલકે ટ્રકને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતને લઈને ટ્રક નેશનલ હાઇવે 48 પર પલટી ખાઈ ગયો હતો ટ્રકમાં કેરેટમાં ભરેલા 5200 ટન કેળા હાઇવે પર ઢોળાયા હતાં. ઘટનાની જાણ પારડી પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં કન્ટેનર ચાલકે ટ્રકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેને લઈને મુંબઈ તરફ જતા ટ્રેક ઉપર ટ્રાફિક જામના દર્શયો સર્જાયા હતા. પારડી પોલીસે ક્રેઇનની મદદ લઈને ટ્રાફિકને નડતર રૂપ ભાગ દૂર કરી હાઇવે ઉપર ટ્રાફિક સામાન્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. અકસ્માતમાં ટ્રક ચાલકનો ચમત્કારી બચાવ થવા પામ્યો છે. તો અકસ્માત સર્જી કન્ટેનર ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.