આજે ગુજરાતીઓના મોઢે એક જ નામ ચાલી રહ્યું છે અને એ નામ એટલે કમાભાઈ જેઓ મૂળ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના કોઠારીયા ગામના વતની છે. તેઓને કિર્તીદાનભાઈ ગઢવીના થકી આજે આખું ગુજરાત અને દેશ-વિદેશના લોકો પણ ઓળખે છે.
કમાભાઈએ કોઠારીયાથી લઈને કેનેડા સુધી ધૂમ મચાવી દીધી છે અને તેઓએ તેમના ડાન્સ થકી મોટા ચાહક મિત્રો બનાવી દીધા છે.આજે કમાભાઈ બધા જ ડાયરાના કાર્યક્રમોમાં હાજરી આપે છે,
કમાભાઈએ એવું જણાવ્યું કે તેમને કિર્તીદાન ગઢવીએ ડાયરામાં બોલાવ્યા હતા અને તેઓએ ડાયરામાં જઈને એવો ડાન્સ કર્યો કે તેમને જોઈને બધા જ લોકો ખુશ થઇ ગયા હતા અને આજે તેમને બધા જ કલાકારો ડાયરામાં બોલાવે છે અને તેમને બોલાવીને તેમને ઘણા રૂપિયા પણ આપે છે.
આજે વિદેશ સુધી પણ તેઓ પહોંચી ગયા છે અને એક સમય એવો હતો કે કમાભાઈ કોઈ દિવસે સ્ટેજ સુધી પણ નહતા ગયા અને તેમને કિર્તીદાન ગઢવીએ આગળ લાવી દીધા તેમને બધા જ ડાયરાઓમાં બોલાવીને તેમને સ્ટાર બનાવી દીધા છે.
કમાભાઈના માતા-પિતાએ કમાભાઈની એવી વાત જણાવી હતી જેમાં કમાભાઈ નાના હતા એટલે ડોક્ટરે એવું કહ્યું હતું કે તેઓ મંદબુદ્ધિ છે અને તેમને ભજનનો થોડો વધારે શોખ રહેશે ત્યાર પછી તેઓ પહેલી વખતે કિર્તીદાન ગઢવીએ ડાયરાના કાર્યક્રમમાં બોલાવ્યા હતા અને એ દિવસે તેમના ખિસ્સામાં ૬ હજાર રૂપિયા પણ હતા અને તેમને આપ્યા હતા. આમ તેઓ એક પછી એક એમ બધા જ કાર્યક્રમોમાં જવા લાગ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.