રોકડ રૂ.૧૩,૭૨૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપતાનાં પાનાનો જુગાર રમતાં ત્રણ મહિલા સહિત કુલ-૦૪ માણસોને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા પો.સબ ઇન્સ. પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ. તા.૧૦/૦૯/૨૦૨૨નાં રોજ *ભાવનગર,એલ.સી.બી.સ્ટાફનાં હેડ કોન્સ.વનરાજભાઇ ખુમાણને બાતમીરાહે હકિકત મળેલ કે*, ભાવનગર,કુંભારવાડા,નારી રોડ,રામદેવનગર,બહુચરમાતાનાં ચોકમાં,ભરતભાઇ વેલાભાઇ પરમારનાં ઘર પાસે જાહેર જગ્યામાં અમુક માણસો ભેગા થઇ ગોળ કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં વડે તીનપતીનો હારજીતનો જુગાર રમતાં હોવાની મળી આવેલ બાતમી આધારે રેઇડ કરતાં ગંજીપતાનાં પાના-પૈસા વડે તીનપત્તીનો જુગાર રમતાં નીચે મુજબનાં માણસો પાસેથી ગંજીપત્તાનાં પાના-૫૨ તથા રોકડ રૂ.૧૩,૭૨૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ.
તેઓની વિરૂધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. *આરોપીઓઃ-* 1. શારદાબેન પ્રવિણભાઈ પરમાર ઉ.વ.૩૫ રહે.શેરી નં.૦૨,બહુચરમાતાનો ચોક, રામદેવનગર, ભાવનગર 2. ભારતીબેન દિનેશભાઈ સોલંકી ઉ.વ.૨૮ રહે.મનોજભાઈ કોળીના મકાનમાં ભાડેથી, અક્ષર પાર્ક મઢુલી પાસે, ભાવનગર 3. કમુબેન તનસુખભાઈ સોલંકી ઉ.વ.૪૫ રહે. શેરી નં.૦૨, બહુચરમાતાનો ચોક, રામદેવનગર, ભાવનગર 4. મુકેશ જીવણભાઈ પરમાર ઉ.વ.૨૫ રહે.બહુચરમાતાનો ચોક, શેરી નં.૦૨, રામદેવનગર, ભાવનગર કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં વનરાજભાઇ ખુમાણ, ભહિપાલસિંહ ચુડાસમા, જયરાજસિંહ જાડેજા, જાગૃતિબેન કુંચાલા જોડાયા હતા
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.