કેન્દ્ર સરકારના અધિકારીઓ અને કર્મચારીઓને સપ્ટેમ્બર મહિનાનો પગાર આ વખતે પાંચ દિવસ વહેલા મળી જશે. નાણાંમંત્રાલયે કેન્દ્ર સરકારના તમામ વિભાગોને આદેશ જાહેર કરી દીધો છે કે તેઓ 25 સપ્ટેમ્બરના રોજ કર્મચારીઓના ખાતામાં પગાર જમા કરી દે. ચાલુ નાણાંકીય વર્ષમાં આવું પહેલીવાર થયું છે કે કર્મચારીઓને પાંચ દિવસ વહેલા પગાર મળી જાય. આ નિર્ણય પાછળનું કારણ બેંક હડતાળ અને રજા છે.
બેંક યૂનિયને 26 અને 27 સપ્ટેમ્બરે હડતાળ કરવાની જાહેરાત કરી છે. તે બાદ 28 સપ્ટેમ્બરે શનિવાર છે અને 29 સપ્ટેમ્બરે રવિવાર છે. 30 સપ્ટેમ્બરના રોજ બેંકોનો ક્લોજીંગ ડે હોવાથી આ દિવસે સામાન્ય કામકાજ બંધ રહેશે. પહેલા બે દિવસ બેંક હડતાળ જ્યારે તે પછી બે દિવસ શનિ-રવિની રજા માત્ર 30 તારીખે બેંક ખુલશે ત્યારે ક્લોજીંગ ડે હોવાથી સામાન્ય કામકાજ નહી થાય. તેથી આ નિર્ણય લેવાયો છે.
નાણાંમંત્રાલયની કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ શાખા તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓને 25 સપ્ટેમ્બર જ પગાર આપી દેવામાં આવે. સપ્ટેમ્બર મહિનાનો પગાર 30 તારીખે થાય છે પરંતુ આ વખતે ચાર દિવસ સુધી બેંકોમાં કામકાજ નહી થવાના કારણે કર્મચારીઓના પગાર અટકી જશે. કર્મચારીઓને કોઈ પ્રકારની પરેશાની થાય નહી તેથી નાણાંમંત્રાલયે આ મહિનાનો પગાર પાંચ દિવસ વહેલા આપી દેવાની જાહેરાત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.