આનંદો! આ રાજ્યમાં પહેલા જ તબક્કામાં 5G સેવાનો આરંભ થશે, દૂરસંચાર મંત્રીએ આપી જાણકારી

દેશમાં આ વર્ષના અંત સુધીમાં 5G સેવા શરૂ થાય તેવી સંભાવના છે ત્યારે 5જીને લઇને ઓડિશાના લોકો માટે ખુશખબર છે. ઓડિશામાં પ્રથમ તબક્કામાં જ 5જી સેવા લોન્ચ કરવામાં આવશે તેવી જાણકારી દૂરસંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આપવામાં આવી છે. કંપનીઓ દ્વારા જારી કરાયેલી યોજનાઓ અનુસાર પહેલા ચરણમાં એટલે કે તહેવારોની સીઝન શરૂ થવાની સાથે જ ઓડિશાના લોકોને 5જી સેવાનો લાભ મળવાનો શરૂ થાય તેવી સંભાવના છે. યોજના અનુસાર પહેલા તબક્કામાં દેશભરમાં લગભગ 13 શહેરમાં 5જી સેવા શરૂ કરાય તેવી સંભાવના છે. રિલાયન્સ જીયોએ પણ દેશના મહાનગરોમાં દિવાળીથી 5જી સેવાની શરૂઆત કરવાની જાહેરાત કરી છે. જ્યારે અન્ય કંપનીઓએ પણ આ જ વર્ષથી સેવા શરૂ કરવાના સંકેત આપ્યા છે.

5જીથી યૂઝર્સને 10 ગણી વધારે ઇન્ટરનેટ સ્પીડ મળશે

5જીથી યૂઝર્સને 4જી કરતાં 10 ગણી વધુ સ્પીડે ઇન્ટરનેટને ઉપયોગ કરવાની તક મળશે. દૂરસંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે ઉમેર્યું હતું કે, ઓડિશા એવા રાજ્યમાં હશે જ્યાં 5જી સેવાની શરૂઆત પહેલા તબક્કામાં જ થઇ જશે. 5જી યૂઝર્સને 4જી યૂઝર્સ કરતાં 10 ગણી વધુ ઇન્ટરનેટ સ્પીડ મળશે. આ દરમિયાન અશ્વિની વૈષ્ણવે 5જીના રેડિએશનના પ્રભાવોની આશંકાઓને પણ ફગાવી હતી. તેમણે કહ્યું હતું કે, 5જી સેવાથી ફેલાનારા રેડિએશનનું સ્તર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા નિર્ધારિત સ્તર કરતાં ખૂબ જ નીચુ હશે. આઇઆઇટી મદ્રાસમાં 5જી લેબ પણ વિકસિત કરાઇ છે.

5Gથી યૂઝર્સને શું ફાયદો થશે

5G ટેક્નોલોજીમાં લેટેંસી ખૂબ જ ઓછી હોય છે, જે માત્ર 5 મિલિસેકન્ડ છે. જ્યારે, 4G ટેકનિકની લેટેંસી 20 મિલિસેકંડથી લઇને 10 મિલિસેંકડ સુધી હોય શકે છે. એવામાં ઓછી લેટેંસીને કારણે ડિવાઇઝ જલ્દી રિસ્પોન્સ આપશે. જ્યારે 4જીની તુલનામાં 5જીના ડાઉનલોડ સ્પીડ પણ ખૂબ જ ઝડપી હશે. ઉદાહરણ સમજીએ તો 4જીની સ્પીડ 1 જીબી પ્રતિ સેકન્ડ સુધી પહોંચી શકે છે. જ્યારે 5Gની મહત્તમ સ્પીડ 10 જીબી પ્રતિ સેકન્ડ સુધી પહોંચી શકે છે. જો કે 4G કરતાં 5G વધુ ખર્ચાળ હશે. પરંતુ કંપનીઓ કિંમત ઓછી કરવા માટે પણ યોજના બનાવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.