ભરૂચ-ફાર્મ હાઉસ માં ચાલતા જુગારધામ પર ક્રાઈમ બ્રાંચ ના દરોડા,૮ જુગારીઓ ઝડપાયા

ભરૂચ-કીશનાડ ગામ ખાતેના ફાર્મ હાઉસ માં જુગાર રમતા ૮ ઇસમોને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ ક્રાઇમ બ્રાંચ ના કર્મીઓને મળેલ ચોક્કસ બાતમીના આધારે ભરૂચ તાલુકાના કિશનાડ ગામ ખાતે નર્મદા કેનાલ નજીક આવેલા ઇશાક મુસા પટેલ રહે,જોલવા ગામ નાઓના ફાર્મ હાઉસના મકાનમાં કેટલાક ઈસમો જુગાર રમતા હોય જે બાદ ક્રાઇમ બ્રાંચે બાતમી વારા સ્થળે દરોડા પાડયા હતા, ક્રાઇમ બ્રાંચ ના દરોડા માં રોકડા રૂપિયા લઈ પ્લાસ્ટિક ના કોઈન વડે ગંજીફાના પત્તા પાના વડે હારજીત નો જુગાર રમી રમાડતા કુલ ૮ જેટલા જુગારીઓને રૂપિયા ૧,૬૬,૪૭૦ ના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા જુગારીઓમાં ફફડાટ નો માહોલ છવાયો હતો,

ક્રાઇમ બ્રાંચે પાડેલ દરોડામાં (૧)ઇશાક ભાઈ મુસા ભાઈ પટેલ રહે,જોલવા ગામ(૨)મુબારક ભાઈ ઇસ્માઇલ ભાઈ પટેલ રહે,ટંકારીયા ગામ(૩)યુનુસ ખાન અહેમદ ખાન પઠાણ રહે,કતપોર બજાર ભરૂચ(૪)ઇકબાલ અબ્દુલ ભાઈ વલી રહે,સરનાડ ગામ (૫)ઇલ્યાસ હશન ભાઈ સૈયદ રહે,પાલેજ (૬)ઇમ્તિયાઝ હુશન મિયા સૈયદ રહે,ડભોયાવાડ ભરૂચ(૭)અશોકભાઈ મીઠા ભાઈ પરમાર રહે,જોલવા ગામ(૮)મરકન ભાઈ લક્ષ્મણ ભાઈ પટેલ રહે,દાંડીયા બજાર ભરૂચ નાઓને ઝડપી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે,

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.