C.G.S.T.ના અધિકારીઓ પર હુમલો કરનારો વલી મહંમદ હાલારી ઝડપાયો મહેક એપાર્ટમેન્ટ,નવાપરા ખાતે C G.S.T . વિભાગનાં અધિકારીઓ ઉપર હુમલો કરનાર ચકચારી ઘટનાના મુખ્ય આરોપી વલીમહંમદ જમાલભાઇ હાલારીને ઝડપી લેવામાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા સાંપડી હતી. આજરોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં અધિકારી અને કર્મચારીઓએ આ ગુન્હાનાં મુખ્ય આરોપી વલીમહંમદ જમાલભાઇ હાલારી (ઉ.વ.42, ધંધો-વેપાર રહે.મહેક એપાર્ટમેન્ટ, ભાવનગર હાલ-બાગ-એ-રસુલ, માળીવાળા ખાંચામાં, નવાપરા, ભાવનગરવાળા)ને નિરમા ચોકડી પાસે રોડ ઉપરથી ઝડપી પાડી ધોરણસર અટકાયત કરેલ છે. ગઇ તા. 13 જુલાઇના રોજ C. G.S.T. વિભાગનાં અધિકારીઓ ભાવનગર, નવાપરા, જુની આર.ટી.ઓ. પાસે આવેલ ફલેટ નં.321-મહેક એપાર્ટમેન્ટ ખાતે GST ને લગત સર્ચ ઓપરેશન કરવા માટે ગયેલ. ત્યારે C.G.S.T. વિભાગનાં અધિકારીઓ ઉપર આરોપીઓએ ભુંડાબોલી ગાળો આપી, ધોલ થપાટ કરી,ઢીકાપાટુનો માર મારેલ.C.G.S.T. વિભાગનાં અધિકારો અભયસિંગને વલી હાલારીએ શર્ટનો કાઠલો પકડી શર્ટ ફાડી નાખી ડોન જહર કાઝી સાથે બીજા માણસો ત્રણેક ધોકાઓ લઇને આવેલ. જે ધોકાથી આડેધડ માર મારી તમારા બાપની જાગીર છે બીજીવાર અહી આવ્યા તો જાનથી જશો તેમ કહી ગાળો આપી જતા રહેલ. જે અંગે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂધ્ધ ઇ.પી.કો. કલમ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.