આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના નવરંગપુરા ખાતે રહેતા મહેશ આસ્વાનીએ તેમના સાથે થયેલ છેતરપિંડીની ફરિયાદ સાયબર ક્રાઈમમાં દાખલ કરાવી છે. તેઓએ ફરિયાદમાં જણાવ્યું કે કેનેડા જવાની તેઓએ ન્યૂઝ પેપરમાં જાહેરાત વાંચી હતી. જેથી તેઓએ ફોન કરી આ અંગે વાત કરી હતી. ત્યાર બાદ તેઓને થોડાક દિવસોમાં ફોન આવ્યો હતો કે તેઓ કેનેડા જવા માટે સિલેક્ટ થયા છે. આરોપીએ તેમને જણાવ્યું કે કેનેડા જવા માટે તમારે 17 લાખ રુપિયાનું બેલેન્સ બતાવવું પડશે. જેથી મહેશે આટલું બેલેન્સ ના હોવાનું કહ્યું હતું તો મહેશને એક નવું ખાતું ખોલાવવા જણાવ્યું હતું.
નવું ખાતું ખોલાવી ફોન કરનાર વ્યક્તિએ મહેશ પાસેથી જુના ખાતાની ચેકબુકનો અને નવા એકાઉન્ટના ડેબિટ કાર્ડનો ફોટો મંગાવ્યો હતો. જે મળતા અમારા પૈસા તમારા ખાતામાં આવશે જેથી તમે અમારો મોબાઈલ નંબર તમારા ખાતામાં એડ કરો તેવું જણાવ્યું હતું. જેથી મહેશે મોબાઈલ નંબર એડ કરી દીધો હતો. બીજા દિવસે મહેશને શંકા જતા ખાતામાં નંબર બદલવા ગયો હતો. આજે ખાતું બંધ કરાવવા ગયો હતો ત્યારે તેના જૂના ખાતામાંથી 4 લાખ ઉપડી ગયા હતા અને નવા ખાતામાં જમા થયા હતા જે બાદ નવા ખાતામાંથી 3.90 લાખ અન્ય એક ખાતામાં જતા રહ્યા હતા. થોડી વાર બાદ 35000 જૂના ખાતામાંથી નવા ખાતામાં જમા થયા હતા અને નવા ખાતામાંથી એક બીજા ખાતામાં 44000 જમા થયા હતા.
આમ કુલ 4.34 લાખ રૂપિયા ખાતામાંથી ઉપડી ગયા હતા.આ બનાવ બનતા મહેશે ખાતા જ બ્લોક કરાવી દીધા હતા અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.