જો તમારું બેંક એકાઉન્ટ પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં છે, તો આ સમાચાર તમારા કામના છે.
News Detail
SBI પાસે 45 કરોડ ગ્રાહકો
અનસ્ટ્રક્ચર્ડ સપ્લિમેન્ટરી સર્વિસ ડેટા (USSD) નો ઉપયોગ સામાન્ય રીતે ટોક ટાઈમ બેલેન્સ અથવા ખાતાની વિગતો તપાસવા અને મોબાઈલ બેન્કિંગ દ્વારા નાણાં ટ્રાન્સફર કરવા માટે થાય છે. બેંક દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ કરતા કરોડો ગ્રાહકોને ફાયદો થશે. તમને જણાવી દઈએ કે SBI ના દેશભરમાં લગભગ 45 કરોડ ગ્રાહકો છે.
Whatsapp પર મળશે એકાઉન્ટ સંબંધિત જાણકારી
એસબીઆઈ (SBI) એ સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કર્યું કે મોબાઇલ ફંડ ટ્રાન્સફર પર હવે SMS ચાર્જ માફ! યુઝર્સ કોઈપણ વધારાના શુલ્ક વિના સરળતાથી વ્યવહાર કરી શકે છે. આ સિવાય બેંકે તેના ગ્રાહકો માટે WhatsApp બેન્કિંગ સર્વિસ પણ શરૂ કરી છે. તેની મદદથી એકાઇન્ટનું બેલેન્સ ચેક કરવા માટે નેટ બેન્કિંગ (SBI Net Banking) માં લોગિન કરવાની જરૂર રહેશે નહીં. એકાઉન્ટ સંબંધિત સંપૂર્ણ માહિતી માત્ર Whatsapp પર જ ઉપલબ્ધ રહેશે.
એસબીઆઈની વોટ્સએપ બેન્કિંગ સર્વિસ (Whatsapp Banking Service) નો સેવિંગ એકાઉન્ટ (Saving Account) હોલ્ડર અને ક્રેડિટ કાર્ડ (Credit Card) હોલ્ડર લાભ લઈ શકે છે. તેના માટે તમે રજીસ્ટ્રેશન આવી રીતે પૂર્ણ કરી શકો છો.
- સૌથી પહેલા એકાઉન્ટમાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબરના ફોનમાં મેસેજ ઓપ્શન ઓપન કરો
- મેસેજમાં કેપિટલ લેટરમાં ‘WAREG’ લખો, સ્પેસ આપી એકાઉન્ટ નંબર લખો
- આ મેસેજને 7208933148 નંબર પર એસએમએસ મોકલો
- હવે 9022690226 થી તમારે Whatsapp મેસેજ મળશે
- મેસેજ મળ્યા પર તમારું રજીસ્ટ્રેશન કન્ફર્મ થઈ જશે. સર્વિસ સર્વિસ યુઝ કરવા માટે તેના પર HI લખો
- આમ કરવા પર તમને Whatsapp પર સર્વિસ મેન્યુ ઓપન થઈ જશે
- જે પણ માહિતી જોઈએ, મેન્યુમાં તેને સિલેક્ટ કરી લો
- મેસેજ કરી તમે ક્વેરી ટાઈપ કરી શકો છો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.