ભરૂચ જિલ્લામાં વાહન ચોરીના વધતા જતા બનાવો ને અટકાવવા માટે પોલીસ વિભાગ ના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ ક્રાઇમ બ્રાંચ ની વિવિધ ટીમો દ્વારા વોચ ગોઠવવા માં આવી હતી જે બાદ ક્રાઇમ બ્રાંચ ના કર્મીઓને મળેલ બાતમીના આધારે દહેજ નજીક આવેલ રહિયાદ ચોકડી વિસ્તાર માંથી વાહન ચોરીના ગુનામાં ત્રણ આરોપીઓ ને ઝડપી પાડી અન્ય બે ને વોન્ટેડ જાહેર કર્યા હતા,
ભરૂચ ક્રાઇમ બ્રાંચે ઝડપેલ આરોપીઓએ કબૂલાત કરી હતી કે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ આઇનોક્ષ સિનેમા સામેના રોડ ઉપર થી તેમજ શીતલ સર્કલ નજીક થી તેઓએ બે બાઇકોની ચોરી કરી હતી,ક્રાઇમ બ્રાંચે મામલે (૧) રજીન્દર સિંગ ઉર્ફે ખબુ તરસેમસિંગ રહે,ભેંસલી ખોજબલ રોડ (૨)સ્વરાજ સિંગ ઉર્ફે રિનકુ ગુરુનામ સિંગ મજબીસિંગ રહે ભેંસલી ખોજબલ રોડ તેમજ (૩)ગુરુસેવક સિંગ ભોલાસિંગ મજબીસિંગ રહે ભેંસલી ખોજબલ રોડ નાઓની ધરપકડ કરી મામલે પવનસિંગ ઉર્ફે પોલું અને રીંકુ તથા જસપાલ સિંગ ઉર્ફે બંટી નાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા, ઝડપાયેલા તમામ આરોપીઓ પાસેથી ક્રાઇમ બ્રાંચે બે જેટલી મોટરસાયકલો તેમજ મોબાઈલ ફોન સહિત ૪૭ હજાર નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે,
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.