મહારાષ્ટ્રમાં સત્તા માટેનો ડ્રામા પોતાના ક્લાઇમેક્સ પર પહોંચી ગયો છે. શિવસેના અને NCP સ્પષ્ટ કરી ચુકી છે કે તેઓ સરકાર બનાવવા માટે સાથે મળવા તૈયાર છે, પરંતુ સમર્થન માટે નજર કૉંગ્રેસ પર ટકેલી છે. તો એનસીપીએ એ પણ કહ્યું છે કે તે કૉંગ્રેસનાં નિર્ણય બાદ જ પોતાનો નિર્ણય લેશે. તો હવે આખી ગેમ કૉંગ્રેસનાં હાથમાં છે. સોમવાર બપોરે ઉદ્ધવ ઠાકરે અને એનસીપી ચીફ શરદ પવારની મુંબઈની એક હોટલમાં બેઠક પણ થઈ. હવે કૉંગ્રેસ આ ગઠબંધનને સમર્થન આપશે કે નહીં તેનો નિર્ણય તે આજે સાંજે કરી શકે છે.
કૉંગ્રેસે મહારાષ્ટ્રનાં પોતાના સીનિયર નેતાઓને દિલ્લી બોલાવ્યા છે. આજે સાંજે 4 વાગ્યે થનારી બેઠકમાં પાર્ટી મહારાષ્ટ્રની રાજનીતિ પર ફાઇનલ ફેંસલો લેશે. તો આ દરમિયાન શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની વચ્ચે ગુપ્ત સ્થળે બેઠક ચાલી રહી છે. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે સમર્થનને લઇને વાતચીત ચાલી રહી છે. આ બેઠક બાદ મહારાષ્ટ્રની રાજનીતિને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બીજેપીનાં કેટલાક ધારાસભ્યો એનસીપીનાં સંપર્કમાં છે. સૂત્રોનું કહેવું છે કે બીજેપીનાં 7 ધારાસભ્યોએ અજીત પવાર સાથે ફોન પર વાત કરી છે. અજીત એનસીપી ચીફ શરદ પવારનાં ભત્રીજા છે.
તો કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે આજે સાંજે 4 વાગ્યે થનારી કૉંગ્રેસની બેઠકમાં એનસીપી પણ સામેલ થઈ શકે છે. મહારાષ્ટ્રની ચૂંટણીમાં સાથે મળીને લડેલા બંને દળ શિવસેના સાથે સરકાર બનાવવા પર ચર્ચા કરી શકે છે. કૉંગ્રેસે મહારાષ્ટ્ર કૉંગ્રેસનાં 6 નેતાઓ બાલાસાહેબ થોરાત, પૃથ્વીરાજ ચવ્હાણ, અશોક ચવ્હાણ, સુશીલ કુમાર શિંદે, કેસી પડવી અને વિજય વાદતીશ્વરને દિલ્લી બોલાવ્યા છે. આ નેતા સાંજે 4 વાગ્યે કૉંગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીને મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.